રાજકોટ માં ચિલઝડપ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને પોલીસે પીછો કરી દબોચ્યો

રાજકોટ માં ચિલઝડપ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને પોલીસે પીછો કરી દબોચ્યો.
રાજકોટ ના પોલીસ કમીશનર ખુર્શીદ અહેમદે શહેરમાં મીલ્કત સબંધી લુંટ ચોરી જેવા અને ડીરેકટ ગુનાઓ શોધી કાઢવાની સુચનાથી શહેર ક્રાઇમ બ્રાંચના P.I જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ P.S.I એ.બી.વોરા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે તેની માથેના હેડ કોન્સ. સંજયભાઇ ચાવડા, કોન્સ. ઉમેશભાઇ ચાવડા, જગદીશ વાંક અને દિપકભાઇ ડાંગરને મળેલ ચોરીના ગુનામાં સંડોવાયેલ નામચીન શકિત ઉર્ફે ટબુડી રામનાથપરા બેઠી પુલ પાસે ટ્રેકટર ચોકમાં હોવાની માહીતીના આધારે ત્યાં પહોંચતા પોલીસને જોઇ શકિત ઉર્ફે ટબુડી નાશી છુટયો હતો. ક્રાઇમ બ્રાંચે ૩ કીમી સુધી ફીલ્મી ઢબે પીછો કરી દબોચી લીધો હતો. ક્રાઇમ બ્રાંચની ટીમે આરોપીની ધરપકડ બાદ પુછપરછ હાથ ધરતા તેને રાજકોટ શહેર, ગોંડલ અને મોરબીની અલગ-અલગ કુલ ૬ ચીલઝડપ કરી હોવાની કબુલાત આપી હતી. અને તેની પાસેથી બાઇક મોબાઇલ અને સોનાના અલગ-અલગ કુલ ૬ ઢાળીયા મળી રૂ.૩.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વધુમાં ક્રાઇમ બ્રાંચના P.I જે.વી.ધોળાએ જણાવ્યું હતું કે, આરોપીની પુછપરછમાં કબુલ્યુ હતું કે, બે માસ પહેલા રૈયા રોડ પર સોપાન હાઇટસની સામે ડ્રીમસીટી વિંગ-૩માં નીચેથી થયેલ સોનાના ચેઇનની રૂ.૬૯ હજાર મુદામાલની ચીલઝડપનો ગુનો ડીટેકટ થયેલ હતો. જે અંગેની ફરીયાદ યુનિવર્સિટી પોલીસમાં નોંધાઇ હતી. ઉેલ્લેખનીય છેકે, આરોપી શકિત ઉર્ફે ટબુડી વિરુદ્ધ માલવીયાનગર પોલીસમાં ૧૦ અને એ.ડીવીઝન પોલીસમાં ૧ ગુનો નોંધાયેલ છે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756