તા.૧૩મી માર્ચ આહવાના આંગણે આવી પહોંચશે ‘ડાંગ દરબાર’ની શાહી સવારી

તા.૧૩મી માર્ચ આહવાના આંગણે આવી પહોંચશે ‘ડાંગ દરબાર’ની શાહી સવારી
Spread the love

તા.૧૩મી માર્ચ આહવાના આંગણે આવી પહોંચશે ‘ડાંગ દરબાર’ની શાહી સવારી:

ડાંગ તા: ૦૪: ઐતિહાસિક અને ભાતિગળ એવા “ડાંગ દરબાર”ના પારંપરિક લોકમેળાની શાહી સવારી, આગામી તા.૧૩મી માર્ચે આહવાના આંગણે આવી પહોંચશે.

“કોરોના કાળ” દરમિયાન સને.૨૦૨૧ના વિરામ બાદ ફરી એકવાર ડાંગને આંગણે ભાતિગળ લોકમેળાની ભવ્ય ઉજવણીનુ જિલ્લા વહીવટી તંત્રે આયોજન હાથ ધર્યુ છે. ડાંગ દરબારની પરંપરા અનુસાર આ વર્ષે તા.૧૩ થી ૧૬ માર્ચ, ૨૦૨૨ દરમિયાન “ડાંગ દરબાર”નો લોકમેળો યોજાશે. જેનુ ભવ્ય ઉદ્દઘાટન તા.૧૩/૦૩/૨૦૨૨ના રોજ રાજયપાલશ્રીની ઉપસ્થિતિમા કરાશે.

આ ઉદ્દઘાટન સમારોહની સાથે સાથે ડાંગના માજી રાજવીશ્રીઓની ભવ્ય શોભાયાત્રા સહિત તેમને પોલિટિકલ પેન્શન એનાયત કરવાનો કાર્યક્રમ, અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી રજૂ થશે. ઉદ્દઘાટન કાર્યક્રમ બાદ તા.૧૩ થી ૧૬ માર્ચ સતત ચાર દિવસો સુધી, આહવાના રંગ ઉપવનના તખ્તે સાંસ્કૃતિક કાર્યક્રમોની ભરમાર રજુ થશે, જ્યારે આહવા નગરના આંગણે વિવિધ ચીજવસ્તુઓ અને ખાણીપીણીની સેંકડો દુકાનો, સ્ટોલ્સ, અને પ્રજાજનોના મનોરંજન અર્થે ચગડોલ સહિતના નવીન આકર્ષણો પણ ઉમેરાશે. સાથે રાજ્ય સરકારના વિવિધ વિભાગોની યોજનાકીય જાણકારી સાથેના માહિતીપ્રદ પ્રદર્શન સ્ટોલ્સ પણ લોકમેળાનુ આકર્ષણ બનશે.

રિપોર્ટ.સંજય ગવળી. ડાંગ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!