કલ્યાણપુરા ગામની બજારમાં મોટર સાયકલ સવારને બેફામ આવતી ટ્રકે ટક્કર મારતાં યુવાનનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું

કલ્યાણપુરા ગામની બજારમાં મોટર સાયકલ સવારને બેફામ આવતી ટ્રકે ટક્કર મારતાં યુવાનનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું
— ટ્રકની ટક્કરે આશાસ્પદ યુવાનના મોત થી પરીવાર માં શોક નો માહોલ
કડી તાલુકાના કલ્યાણપુરા ગામમાં મોટર સાયકલ લઈને જઈ રહેલા યુવાનને પાછલ થી આવી રહેલ ટ્રકે ટક્કર મારતાં ટ્રક નીચે કચડાઇ જતા ઘટનાસ્થળે જ યુવાનનું કમકમાટી ભર્યુ મોત નીપજતાં પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો. બાવલું પોલીસે ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બાવલું પોલીસ સ્ટેશનમાં કલ્યાણપુરા માં રહેતા ઠાકોર દશરથભાઈ ઠાકોર નોંધાવેલ ફરીયાદ અનુસાર તેઓ ઘેર હાજર હતા ત્યારે તેમના ગામના હર્ષદભાઈ પટેલે તેમને ફોનથી જાણ કરી હતી કે તેમના મામાનો દીકરો ગોપાલભાઈ ઠાકોર ટ્રક ની ટક્કર વાગતાં નીચે પડી જઇ ટ્રક નીચે કચડાઇ જતા મૃત્યુ પામ્યો હોવાની જાણ કરી તેમને તાત્કાલિક ઘટનાસ્થળે બોલાવ્યા હતા.તેઓએ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા તેમનો મામાનો દીકરો મોટર સાયકલ લઈ કલ્યાણપુરા ગામની બજારમાંથી પસાર થતો હતો ત્યારે પાછલ થી પુર ઝડપી આવી રહેલ ટ્રક જી.જે.02 xx 4722 ના ચાલકે ગફલતભરીરીતે વાહન હંકારી મોટર સાયકલ ચાલકને પાછલ થી ટક્કર મારી હતી ટક્કર વાગતાં યુવાન પાછલ ના ટાયરમાં આવી જતા કચડાઇ જતા ઘટનાસ્થળે જ મોત ને ભેટ્યો હતો. જેથી તેમને ટ્રક ના ચાલક વિરૂદ્ધ બાવલું પોલીસ મથકમાં ફરીયાદ નોધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756