ગાયો ખેતરમાં નુકશાન કરે નહિ તેનું ધ્યાન રાખવાનું કહેતા કમળાપુરા માં ખેડૂત ઉપર બે ઈસમો તૂટી પડ્યા

ગાયો ખેતરમાં નુકશાન કરે નહિ તેનું ધ્યાન રાખવાનું કહેતા કમળાપુરા માં ખેડૂત ઉપર બે ઈસમો તૂટી પડ્યા
ખેડૂતે બે ઈસમો વિરૂદ્ધ કડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો
કડી તાલુકાના કમળાપુર ગામના ખેડૂતે બે ઈસમો વિરૂદ્ધ ગાયો ખેતરમાં નુકશાન ના કરે તેનું ધ્યાન રાખવાનું કહેતા બે ઈસમો ખેડૂત ઉપર ઉશ્કેરાઈ જઈ લાકડી થી મારમારતા ખેડૂતે કડી પોલીસ સ્ટેશનમાં બન્ને ઈસમો વિરૂદ્ધ નામજોગ ફરીયાદ કરતા ચકચાર મચી જવા પામી છે.
કડી તાલુકાના કમળાપુર ગામના ખેડૂત બાબુભાઈ જાદવજી ભાઈ પટેલ તેમના બોર વાળા ખેતર સાદરા વાળા રોડ ઉપર એરંડા ઉતારવા તેમના પરિવારજનો અને મજૂરો સાથે ગયા હતા.તેઓ ખેતરમાં કામ કરતા હતા ત્યારે તેમના ખેતર ના સેઢા ઉપર થી તેમના ગામના રબારી જયરામભાઈ બળદેવભાઈ અને રબારી ભરતભાઈ બળદેવભાઈ તેમની ગાયો લઈને જતા હતા ત્યારે બાબુભાઈ પટેલે તેમને ગાયો ખેતરમાં આવી નુકશાન કરે નહિ તેનું ધ્યાન રાખવાનું કહેતા બન્ને ઈસમો ઉશ્કેરાઈ ગયા હતા અને ખેડૂતને ગાળો બોલી લાકડી થી માર મારવા લાગ્યા હતા. ખેડૂત ને મારા ખાતાં જોઈ ખેતરમાં કામ કરતા લોકો ભેગા થતાં બન્ને ઈસમો ત્યાંથી રફુચક્કર થયી ગયા હતા.ખેડૂત ને બેઠો માર વાગ્યો હોવાથી તેઓ ઘેર ગયા હતા અને કડી પોલીસ સ્ટેશનમાં બન્ને ઈસમો વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હુમલાખોરો
૧ – રબારી જયરામભાઈ બળદેવભાઈ
૨ – રબારી ભરતભાઈ બળદેવભાઈ
બન્ને રહે.કમળાપુરા, તા.કડી,જી.મહેસાણા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756