કડી : RTO એ ડિટેન કરેલી 3 લકઝરી બસમાં અગમ્ય કારણોસર આગ લાગતા બળીને ખાખ

કડી : RTO એ ડિટેન કરેલી 3 લકઝરી બસમાં અગમ્ય કારણોસર આગ લાગતા બળીને ખાખ
કડી પોલીસ સ્ટેશનની સામે આવેલા સરદાર બાગ ના પ્લોટમાં RTO એ ડિટેન કરેલી 3 લકઝરી બસમાં અગમ્ય કારણોસર આગ લાગતા બળીને ખાખ થઈ
કડી ફાયર ફાઇટરની 2 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી
મહેસાણા જિલ્લાના કડી શહેરમાં વહેલી સવારે ત્રણ જેટલી લકઝરી બસમાં એકાએક આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી વહેલી સવારે આગની જાણ કડી પાલિકાના ફાયર ફાઇટર ને થતા ઘટના સ્થળે દોડી આવી હતી જ્યાં લકઝરીમાં આગ લાગતા ધુમાળાના ગોટેગોટા ઉડ્યા હતા
કડી શહેરમાં આવેલ સરદાર બાગની હદમાં મહેસાણા RTO દ્વારા ડિટેન કરવામાં આવેલી ત્રણ લકઝરી બસ આજે સવારે એકાએક આગ લાગતા અફડાતફડી નો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ થતાં કડી પાલિકા ફાયર ટિમની 2 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી જ્યાં લકઝરી બસમાં લાગેલી આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવવામાં આવ્યો હતો જોકે આગ કયા કારણે લાગી એ કારણ હજુ અંકબધ છે.
આરટીઓ દ્વારા વાહન ડિટેન કર્યા હાદ કડી સરદાર બાગ જે પાલિકાની હદમાં આવે છે ત્યાં પરમિશન વિનાજ ડિટેન કરેલા વાહનો ખડકી દેવામાં આવ્યા હતા જ્યાં પાલિકા ચીફ ઓફિસરે જાણવ્યું કે અગાઉ સ્થાનિક પોલીસને આ વાહનો હટાવી લેવા મૌખિક સૂચના આપી ટકોર કરવામાં આવી હતી જોકે હાલમાં કડી પાલિકા હદમાં આવેલા બાગના ખુલા પ્લોટમાં આરટીઓ દ્વારા ડિટેન કરેલા વાહનો પાર્ક કરેલા હતા જેમાં 3 બસો માં આગ લાગતા આગ ક્યાં કારણે લાગી એ ચર્ચાએ જોર પકડ્યું છે
આ મામલે કડી પીઆઇ ને સંપર્ક કરતા તેઓએ જાણવ્યું હતું કે કડી પોલીસ મથક સામે આવેલ પ્લોટમાં ખાનગી વાહનો અને આરટીઓએ ડિટેન કરેલા વાહનો ત્યાં પાર્ક કરેલા છે જેમાં અમારા કોઈ વાહનો પાર્ક કરેલા નથી
*પોલીસ અને આરટીઓ એ સળગેલા વાહનો મામલે એકબીજાને ખો આપી*
કડી પાલિકાની હદમાં આવેલ ખુલ્લા પ્લોટ માં આરટીઓ દ્વારા ડીટેન કરેલા વાહનો માં આગ લાગતાં વાહન માલીકોએ ને ભારે નુકશાની વેઠવાનો સમય આવ્યો છે.ખુલ્લા પ્લોટ માં રાખવામાં આવેલા વાહનો સળગ્યા તેની જવાબદારી મામલે કડી પોલીસ અને આરટીઓ દ્વારા બન્ને એ પોતાના માં ના આવે કહી એકબીજા ઉપર દોષનો ટોપલો ઢોળી ખો આપતા જોવા મળ્યા હતા.બન્ને વિભાગ પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે ત્યારે વાહન માલિકોને ભોગવવાની થતી નુકશાની કોણ આપશે ? તે યક્ષ પ્રશ્ન સાબિત થયી રહ્યો છે.
*રાજ્ય સરકાર દ્વારા આરક્ષિત નામશેષ થતાં ગીધ ના રહેણાંક વિસ્તારમાં વાહનો પાર્ક કરવાની પરમિશન કોણે આપી ???*
કડી શહેરમાં આવેલા સરદાર બાગની હદમાં આવેલ મહેસાણા RTO દ્વારા ડીટેન કરવામાં આવેલા વાહનો રાખવામાં આવ્યા હતા.જેમાં સરકાર દ્વારા આરક્ષિત સિડ્યુલ વન માં રાખેલ પક્ષી ગીધ નું રહેઠાણ છે.જે અત્યાર ના સમયમાં નામશેષ થવાના આરે હોવા છતાં તેના રહેઠાણ વાળા વિસ્તારમાં RTO દ્વારા વાહન પાર્ક કરવામાં આવતા ગીધની જીવનશૈલી ખરાબ અસર પડતી હોવાથી સરકારી વિભાગ સામે પક્ષી પ્રેમીઓનો રોષ ભભુકી ઉઠયો છે. ગીધના રહેઠાણ વાળા વિસ્તારમાં વાહનો મૂકવાની પરમિશન કોણે આપી તેનો કોયડો હાલના સમયમાં ગૂંચવાયેલો જોવા મળી રહ્યો છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756