જૂનાગઢ જિલ્લામાં તા.૨૮ માર્ચથી ૧૨ એપ્રિલ સુધી ધો.૧૦-૧૨ બોર્ડની પરીક્ષા યોજાશે

સુધારા યાદી
જૂનાગઢ જિલ્લામાં તા.૨૮ માર્ચથી ૧૨ એપ્રિલ સુધી ધો.૧૦-૧૨ બોર્ડની પરીક્ષા યોજાશે
– કુલ ૩૯૫૦૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
– ૩૪ પરીક્ષા કેન્દ્રો ૨૬૩ બિલ્ડીંગ
– તમામ બિલ્ડીગો સીસીટીવી કેમેરાથી સજ્જ
– જૂનાગઢ શહેરને ૪ ઝોનમાં વહેચી પરીક્ષાનું આયોજન
– જૂનાગઢ શહેરના વિદ્યાર્થીને ૧ થી ૨.૫ કિ.મી. દાયરામાં પરીક્ષા કેન્દ્ર મળશે
– બોર્ડથી સ્કુલ સુધી પેપર માટે જીપીઆરએસ અને ટ્રેકીંગ સીસ્ટમ
– એક હજાર જેટલા ખાનગી ઉમેદવારો પરીક્ષા આપશે
– વિદ્યાર્થીઓ માટે ૧૦ હેલ્પ લાઇન નંબર
– ૮ કાઉન્સેલીંગ તજજ્ઞો વિદ્યાર્થીઓને આપશે માર્ગદર્શન
જૂનાગઢ તા.૧૦ સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લામાં તા.૨૮ માર્ચથી ૧૨ એપ્રિલ સુધી ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડની પરીક્ષાઓ લેવાશે. જેમાં કુલ ૩૯૫૦૮ વિદ્યાર્થીઓ કારકિર્દી માટે મહત્વની પરીક્ષા આપશે ઉપરાંત એક હજાર જેટલા ખાનગી ઉમેદવારો પણ પરીક્ષા આપશે.
કુલ ૩૯૫૦૮ વિદ્યાર્થીઓમાં ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ ૨૮૧૦, ધો.૧૨ સામાન્ય પ્રવાહ ૧૨,૫૮૨, ધો.૧૦ ના ૨૪,૧૧૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જિલ્લામાં કુલ ૩૪ પરીક્ષા કેન્દ્રો અને ૨૬૩ બિલ્ડીંગ નિયત કરવામાં આવ્યા છે. આ તમામ બિલ્ડીંગો સીસીટીવી કેમેરાથી સજ્જ છે.
જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે ગઇકાલે જિલ્લા પરીક્ષા સમિતિની કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી રચિત રાજના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કોઇ મુશ્કેલી ન પડે તેનું સૂચારૂ આયોજન કરવામાં આવ્યું છે.
જૂનાગઢ શહેરને જોષીપરા, ગીરનાર, અક્ષરવાડી અને દાતાર એમ ૪ ઝોનમાં વહેંચી તમામ વિદ્યાર્થીઓને ૧ થી ૨.૫ કિ.મી. દાયરામાં પરીક્ષા કેન્દ્ર મળી રહે તેવું જિલ્લા શિક્ષણાધિકારીશ્રી આર.એસ.ઉપાધ્યાય અને તેમની ટીમ દ્વારા આયોજન કરાયું છે. તેમજ પેપર ચકાસણી માટે પણ જૂનાગઢ અને કેશોદમાં વધુ કેન્દ્ર રનખવામાં આવ્યા છે જેથી શિક્ષકોને પણ અનુકુળતા રહે. ઉપરાંત બોર્ડથી સ્કુલ સુધી તેમજ પરીક્ષા સ્થળથી
મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્ર સુધી પેપર માટે જીપીઆરએસ અને ટ્રેકીંગ સીસ્ટમની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી ગેરરીતી નિવારી શકાય.
જિલ્લામાં એક હજાર જેટલા ખાનગી ઉમેદવારો પણ પરીક્ષા આપશે. ધો.૭ ઉપરના ધો.૧૦ ની અને ૧૦ પાસ ઉમેદવાર ધો.૧૨ની પરીક્ષા ખાનગી ઉમેદવાર તરીકે આપતા હોય છે તેમ શ્રી ઉપાધ્યાયે જણાવ્યું હતું. વિદ્યાર્થીઓને પરીક્ષાનો ડર ન લાગે તેમજ મૂક્ત વાતાવરણમાં પરીક્ષા યોજાઇ તેવું સૂચારૂ આયોજન કરાયું છે.
ધો.૧૦ અને ધો.૧૨ બન્ને પરીક્ષાના જિલ્લામાં કેશોદ અને જૂનાગઢ એમ બે ઝોન પાડવામાં આવ્યા છે. જિલ્લામાં સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા ચોરીના દુષણને નિવારવા વિશેષ વ્યવસ્થા રખાશે. પરીક્ષા કેન્દ્ર અને બિલ્ડીંગ પર પીવાના પાણીની વ્યવસ્થા, સૂચારૂ બેઠક વ્યવસ્થા તેમજ કોવિડ પ્રોટોકોલની પણ કાળજી લેવાશે. જિલ્લા કક્ષાએ શિક્ષણ વિભાગના વર્ગ-૨ ના અધિકારી કન્ટ્રોલ રૂમ ઇન્ચાર્જ તરીકે તેમજ કોવિડ કો-ઓર્ડિનેટર માટે પણ વર્ગ-૨ ના અધિકારીની નિમણૂક કરવામાં આવી છે.
પરીક્ષા માટે ૧૦ હેલ્પલાઇન નંબર
ધો.૧૦-૧૨ વિદ્યાર્થીઓ અને વાલીગણને મદદરૂપ થવા પરીક્ષા તંત્ર દ્વારા શિક્ષણના ૧૦ અનુભવી કન્વીનરો સાથે ૧૦ હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યા છે.
જેમાં જૂનાગઢ શહેર શ્રીમતી જયશ્રીબેન રંગોલીયા મો. ૯૮૨૫૬-૬૮૦૯૧, જૂનાગઢ ગ્રામ્ય સી.બી. ધામેલિયા મો.૮૭૮૦૫-૮૧૪૪૦, વંથલી બી.બી. વાગડિયા મો.૯૯૨૫૦-૮૮૦૭૭, માણાવદર એચ.વી. પાડલિયા મો.૯૮૨૫૬-૪૭૭૦૦, કેશોદ પી.એસ. ભૂવા મો ૯૮૭૯૩-૩૭૨૨૮, માળિયાહાટીના કે.એલ. ધારેચા મો.૮૭૮૦૫-૫૬૮૩૬, માંગરોળ વી.ડી.ઘુંચલા મો.૯૯૦૪૧-૨૯૧૮૧, મેંદરડા એમ.જે.ખુમાણ મો.૯૯૧૩૮-૧૭૦૧૭, ભેંસાણ શિલ્પાબેન ઠેસિયા મો.૯૯૯૮૩-૯૦૮૯૧ અને વિસાવદર એ.આર.સોરઠિયા મો.૭૮૭૮૮-૨૮૨૧૧ છે.
પરીક્ષા માટે જિલ્લામાં ૧૦ કાઉન્સેલીંગ તજજ્ઞોની નિમણૂક
પરીક્ષા અગાઉ વિદ્યાર્થીઓ વાલીગણને માર્ગદર્શન આપવા જિલ્લામાં ૧૦ કાઉન્સેલીંગ તજજ્ઞોની નિમણૂક કરવામાં આવ છે. જેઓ વિદ્યાર્થીઓને પરીક્ષા સંબંધી માર્ગદર્શન આપશે. જેમાં એલ.વી.જોષી, એન.બી.કાંબલિયા કન્યા વિદ્યાલય, જૂનાગઢ મો.૯૪૨૬૨-૨૫૮૮૨, બલદેવપરી જે.પરી, કાથરોટા માધ્યમિક શાળા, કાથરોટ, મો.૯૬૬૨૦-૨૫૭૨૦, જીતુભાઇ ખુમાણ સ્વ.ટી.એલ.વાળા કન્યા વિદ્યાલય, જૂનાગઢ મો.૯૯૭૯૪-૩૯૧૨૯, ભરતભાઇ મેસીયા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જૂનાગઢ મો.૯૪૨૭૪-૨૩૫૨૫, હિમેનભારથી આર.ગોસાઇ બી.યુ. વાળા વિદ્યા મંદિર, બડોદર મો.૯૯૭૮૭-૦૮૫૫૫, રીઝવાન વાય.
કોતલ એમ.એમ.ઇ.ડબલ્યુ હાઇસ્કુલ, શારદા ગ્રામ મો.૯૮૨૪૯-૬૬૩૩૧, પી.એમ.ભુત એમ.જી.ભુવા કન્યા વિદ્યાલય મો.૯૮૨૪૭-૫૫૭૬૯ અને ધીરૂભાઇ સાદરિયા નગર પંચાયત હાઇસ્કુલ વંથલી મો.૯૮૭૯૪-૮૯૯૯૬ છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
આસિ.એડિટર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756