“આત્મનિર્ભર વુમન” વિષય ઉપર વિધ્યાર્થીનીઓ તથા મહિલા પ્રાધ્યાપિકાઓ માટે સેમિનાર નું આયોજન કરાયું

સુરતની ડૉ. એસ. એન્ડ એસ. એસ. ગાંધી સરકારી ઈજનેરી કોલેજદ્વારા “આત્મનિર્ભર વુમન” વિષય ઉપર વિધ્યાર્થીનીઓ તથા મહિલા પ્રાધ્યાપિકાઓ માટે સેમિનાર નું આયોજન કર્યું હતું.
સુરતની ડૉ. એસ. એન્ડ એસ. એસ. ગાંધી સરકારી ઈજનેરી કોલેજ, સુરતમાં વિદ્યાર્થીઓ માટે સમયાંતરે વિવિધ વિષયો ઉપર સેમિનારનું આયોજન થતું હોય છે. આ વર્ષે સંસ્થાના “Woman Development Cell“ એ તા: ૦૮/૦૩/૨૦૨૧ ના રોજ “વિશ્વ મહિલા દિન” ની ઉજવણીના ભાગ રૂપે “આત્મનિર્ભર વુમન” વિષય ઉપર સંસ્થાની વિધ્યાર્થીનીઓ તથા મહિલા પ્રાધ્યાપિકાઓ માટે સેમિનાર નું આયોજન કર્યું હતું. આ સેમિનારમાં સ્પીકર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી ભૂષણ દેસાઇ ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારમાં મહિલાઓ આર્થિક રીતે કઈ રીતે પગભેર થઈ શકે, એ ઉપરાંત પોતાની આવકનું મેનેજમેન્ટ પોતે કઈ રીતે કરી શકે એ વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેમિનારનું સમગ્ર આયોજન વુમન સેલ કમિટીના કન્વીનર શ્રીમતી દર્શિની શુક્લા તેમજ કમિટીના સભ્યો શ્રીમતી હયાતી રૂપાણી, શ્રીમતી મયુરી પટેલ અને શ્રીમતી રીટાબેન ચૌધરી દ્વારા પ્રિન્સિપાલ ડો. વિજય ડી. ધીમન ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756