ગારીયાધાર પોલીસ દ્વારા બાળકો અને મહિલાઓ મા જાગૃતતા આવે તે માટે કાર્યક્રમ યોજ્યો

ગારીયાધાર પોલીસ દ્વારા મોટીવાવડી ગામે આવેલ શ્રી એચ.ડી.ગાર્ડી સ્કૂલ ખાતે બાળકો અને મહિલાઓ મા જાગૃતતા આવે તે માટે કાર્યક્રમ યોજ્યો
મોટીવાવડી ગામે ગારીયાધાર પોલીસ દ્રારા જાગૃતતા લાવા માટે કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા સ્કૂલના તમામ બાળકો અને સ્કૂલના શિક્ષકોની હાજરીમાં શાળાના બાળકોને ગારીયાધાર પોલીસ દ્વારા બાળકો તથા મહીલા અંગે જાગૃતતા ફેલાવવા બેનરો લગાડી બાળકો સાથે સંવાદ કરી મિશન ચાઇલ્ડ સેફ્ટી, સાયબર ક્રાઇમ અવેરનેસ, ટ્રાફીક અવેરનેસ, શી-ટીમની કામગીરી તથા NDPS નાં કાયદા વિગેરે બાબતે કાર્યક્રમ યોજી વિધ્યાર્થી મિત્રોને માહીતી તેમજ માર્ગદર્શન પૂરૂ પાડવામા આવેલ હતુ તેમજ વિદ્યાર્થીઓને આ અંગે પ્રશ્નોત્તરી કરી બાળકોના પ્રશ્નોનું નિરાકરણ કરી બાળકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો આ તકે ગારીયાધાર પોલીસ સ્ટેશનના બી.બી. દેસાઈ એ.એસ.આઇ. વી.કે.ડાંગર હેડ કોન્સ.
ડી.કે.ગઢવી હેડ કોન્સ.જલયભાઈ મકવાણા પો.કોન્સ.વિજયભાઈ રબારી પો.કોન્સ સહિત સ્કૂલના શિક્ષકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : આદીલખાન પઠાણ (બાબરા)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756