હળવદ નગરપાલિકા ના મહિલા સદસ્યને વિવિધ પ્રશ્ન મામલે નગરપાલિકાને આવેદન આપ્યું

હળવદ નગરપાલિકા ના મહિલા સદસ્યને વિવિધ પ્રશ્ન મામલે નગરપાલિકાને આવેદન આપ્યું
Spread the love

હળવદ નગરપાલિકા ના મહિલા સદસ્યને વિવિધ પ્રશ્ન મામલે નગરપાલિકાને આવેદન આપ્યું

હળવદ નગરપાલિકા દ્વારા પ્રજાને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં અસફળ નિવડતા ભાજપના કોર્પોરેટર દ્વારા લેખિતમાં વિવિધ પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે રજૂઆત કરી છે જેમાં જણાવ્યું છે કે નગરપાલિકાના કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક કામગીરી કરવામાં નિષ્ફળ નિવડી રહ્યાં છે અને કામગીરી કરવાનો ઉત્સાહમાં ઉણપથી અરજદારોને ધરમના ધક્કા ખાવા પડે છે તો સાથે સફાઈ કર્મચારીઓની ભરતી થયેલ કર્મીઓ સફાઈ કરતાં નથી અને નોકરીના નિયમો પાલન કરતા નથી વધારેમાં રજૂઆત કરી છે કે સરા રોડપર આવેલા વિસ્તારમાં પિવાના પાણી સાથે ગટરના દુર્ગંધ યુક્ત પાણી મિશ્રણ થતાં રોગચાળા ફેલાઈ શકે તેમ છે અને સફાઈના બિલોમા થયેલી ગેરરીતિ રીકવરી કરવી અને તપાસ હાથ ધરવી સાથે સ્ટ્રીટ લાઈટ ચાલુ કરી યોગ્ય રીતે નગરપાલિકા કામગીરી કરવા માટે ન્યાય સમિતિના ચેરમેને ચિફ ઓફીસરને રજૂઆત કરી છે અને સાત દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે અન્યથા નગરપાલિકા કચેરી ખાતે આત્મવિલોપન કરવાની ચિમકી આપી હતી.
હળવદ નગરપાલિકાના કોર્પોરેટર અને ન્યાય સમિતિના ચેરમેન પ્રેમિલાબેન મોહનભાઈ પરમાર અને તેના પતિ સામાજિક ન્યાય સમિતિ ના પૂર્વ ચેરમેન મોહનભાઈ પરમાર દ્વારા નગરપાલિકાના ચિફ ઓફિસરને ધારદાર રજૂઆત કરી છે અને ભાજપની સત્તા સામે ભાજપના જ સદસ્યે બાયો ચડાવી છે અને નગરપાલિકાના વિવિધ વિસ્તારમાં કામગીરીમાં થતી ગેરરીતિઓ દૂર કરવા રજૂઆત કરી છે જેમાં કર્મચારીઓ સમયસર હાજર નહી રહેતા અરજદારોને ધક્કા ખાવા પડતા હોવાની તેમજ મનમાની ચલાવી લેતાં હોવાની ફરિયાદ કરવામાં આવી છે સાથે વધુમાં જણાવ્યું કે સફાઈ કર્મચારીઓ દ્વારા યોગ્ય રીતે કામગીરી નહીં કરતાં હોવાની અને નિયમોની ઐસી તૈસી કરી રહ્યાં છે તો સરા રોડપર આવેલ જુના આંબેડકર નગર વિસ્તારમાં પિવાના પાણી સાથે ગટરના દુર્ગંધ વાળા પાણી મિશ્રણ થતા રોગચાળો ફેલાવાની દહેશત ઉભી થઈ રહી છે અને ઘણા સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ હોય તેને તાત્કાલિક અસરથી રીપેર કરવા માંગ કરી છે સાથે તમામ માંગોને દિવસ સાતમા ન્યાય આપવા લેખિતમાં જણાવ્યું છે અન્યથા આત્મવિલોપન કરવાની ફરજ પડશે તેવી અરજદાર દ્વારા ચિમકી આપી હતી

રિપોર્ટ – રવિ પરીખ હળવદ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!