રાજકોટ ના વોર્ડનં.૧૭ની માહિતી મેળવતા મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા.

રાજકોટ ના વોર્ડનં.૧૭માં ટેક્સ વસુલાત, કોવીડ વેક્સીનેશન, જાહેર સ્વચ્છતા, ડ્રેનેજ, પાણી વિતરણ વિગેરેની માહિતી મેળવતા મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા.
રાજકોટ માં મહાનગરપાલિકા દ્વારા શહેરને સુવિધા સજ્જ બનાવવા અને શહેરીજનોને ગુણવત્તાયુક્ત સેવાઓ આપી શકાય તે માટે રોજ-બરોજ કરવામાં આવતી કામગીરી વ્યવસ્થિત રીતે ચાલે તેવા આશય સાથે મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા દરરોજ એક-એક વોર્ડમાં જઈને વિવિધ કામગીરીની ઓવરઓલ માહિતી મેળવે છે. જેમાં મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ વોર્ડનં.૧૭માં વોર્ડ ઓફિસે રૂબરૂ જઈ સંબંધિત તમામ અધિકારીશ્રીઓ પાસેથી સમગ્ર સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. વધુમાં મ્યુનિ. કમિશનરશ્રીએ પ્રોફેશનલ ટેક્સ બાબતે ઇનિશિએટીવ સુચન કર્યું હતું જેમાં ટેક્સ વસુલાત માટે પોલિસી ગાઈડલાઈન તૈયાર કરવા અધિકારીસશ્રીને સુચના આપી હતી. વોર્ડનં.૧૭ના વોર્ડ ઓફિસરશ્રી રાજેશ ચત્રભુજની કામગીરી અને તેઓ દ્વારા તૈયાર કરાયેલ પ્રેઝન્ટેશનની મ્યુનિ. કમિશનરશ્રીએ પ્રસંશા કરી હતી. મ્યુનિ. કમિશનરશ્રીએ આ વોર્ડમાં કુલ વિસ્તાર, વસતિ, વિવિધ રહેણાંક, ઔદ્યોગિક અને વાણિજ્યિક એરિયા, ટેક્સ વસુલાતની કામગીરી, વોર્ડના તમામ વિસ્તારોની નળ જોડાણો અંગેની સ્થિતિ, જાહેર સ્વચ્છતા, વોંકળા સફાઈ, ડ્રેનેજ, કોવીડ વેક્સીનેશન, ટાઉન પ્લાનિંગ વિભાગ લગત કામગીરી, ઓનલાઈન ઓફલાઇન આવતી ફરિયાદો વગેરે મુદ્દાઓ વિશે અધિકારી પાસેથી માહિતી મેળવી હતી. આ મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા સાથે નાયબ મ્યુનિ. કમિશનરશ્રી ચેતન નંદાણી, એમ.ઓ.એચ. શ્રી જયેશ વકાણી, સિટી એન્જી.શ્રી એચ.એમ.કોટક, પર્યાવરણ ઈજનેરશ્રી નીલેશ પરમાર, પી.એ.(ટેક.)ટુ કમિશનરશ્રી રસિક રૈયાણી, નાયબ પર્યાવરણ ઈજનેરશ્રી વલ્લભ જીંજાળા, એટીપી શ્રી અંબેશ દવે, વોર્ડનં.૧૭ના વોર્ડ ઓફિસરશ્રી રાજેશ ચત્રભુજ હાજર રહ્યા હતા.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756