રાજકોટ માં મહાનગરપાલિકા પ્રાણી સંગ્રહાલય શાખા દ્વારા ધુળેટીના દિવસે મુલાકાતીઓ માટે ઝૂ ખુલ્લુ રહેશે

રાજકોટ માં મહાનગરપાલિકા પ્રાણી સંગ્રહાલય શાખા દ્વારા ધુળેટીના દિવસે મુલાકાતીઓ માટે ઝૂ ખુલ્લુ રહેશે
Spread the love

રાજકોટ માં મહાનગરપાલિકા પ્રાણી સંગ્રહાલય શાખા દ્વારા ધુળેટીના દિવસે મુલાકાતીઓ માટે ઝૂ ખુલ્લુ રહેશે.

રાજકોટ માં મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે અસંખ્ય મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે ધુળેટીના તહેવાર ઉપર અંદાજિત ૧૦,૦૦૦ મુલાકાતીઓ ઝૂ ની મુલાકાતે પધારતા હોય છે. નિયમીત રીતે ઝૂ દર શુક્રવારનાં રોજ મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે ધુળેટીના દિવસે શુક્રવાર આવતો હોવાથી મુલાકાતીઓની સુખાકારી અને મુલાકાતીઓ ધુળેટીનાં દિવસે પાર્કની મુલાકાત લઇ શકે તે માટે તા.૧૮/૩/૨૦૨૨, શુક્રવારના રોજ ઝૂ મુલાકાતીઓ માટે ખુલ્‍લુ રાખવામાં આવશે, તેમ મેયરશ્રી ડૉ.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા તેમજ બાગબગીચા અને ઝૂ સમિતિના ચેરમેનશ્રી અનીતાબેન ગોસ્વામી દ્વારા સંયુક્ત માહિતી આપવામાં આવી હતી. રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી-જુદી ૫૯ પ્રજાતિઓનાં કુલ ૪૭૭ વન્યપ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવે છે. જેમાં ખાસ આકર્ષણ ધરાવતા એશિયાઇ સિંહ, સફેદ વાઘ, રોયલ બેંગાલ ટાઇગર, દિપડા, હિમાલયનાં રીંછ, સ્લોથ રીંછ, જળ બિલાડી, ૪ પ્રકારનાં શ્વાનકુળનાં પ્રાણીઓ, ૪ પ્રકારનાં વાંદરાઓ, વિવિધ પ્રજાતીઓનાં સાપ, બે પ્રકારની મગર, જુદી-જુદી પ્રજાતીઓનાં હરણો તથા વિવિધ પ્રજાતિનાં પક્ષીઓ વિગેરેઓને આધુનીક પાંજરાઓ બનાવી મુલાકાતીઓ માટે પ્રદર્શીત કરી વન્યપ્રાણીઓનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવે છે. આ ઉપરાંત મુલાકાતીઓ અને વિદ્યાર્થીઓને પર્યાવરણ અંગે માહિતી મળી રહે અને વન્યપ્રાણી સંરક્ષણ બાબતે જાગૃતિ કેળવાય તે હેતુ આધુનિક ઇન્ટરપ્રિટેશન સેન્ટર તૈયાર કરવામાં આવેલ છે. જેમાં વિવિધ ગેલેરીઓ જેવી કે પ્રાણી સંગ્રહાલય ગેલેરી, ગીરની ઝાંખી, કચ્છની ઝાંખી, સસ્તન પ્રાણીઓની ગેલેરી, પક્ષી ગેલેરી, સરિસૃપ ગેલેરી વિગેરે બનાવી વન્યપ્રાણી-પક્ષીઓનાં લાઇફ સાઇઝ મોડેલ્સ, ઇન્ટરેક્ટીવ એક્ટીવીટી તથા વિવિધ માહિતી દર્શાવતી પેનલ્સ પ્રદર્શિત કરવામાં આવેલ છે. જેને જોઇને મુલાકાતીઓ ખુબજ પ્રભાવીત થાય છે.

 

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!