થરા : રુવેલ ગામે સરદાર સરોવર નર્મદા નિગમ”પાટણ, દ્વારા ખેડૂત સંમેલન કાર્યક્રમ નું આયોજન કરાયું

થરા તાલુકાના રુવેલ ગામે સરદાર સરોવર નર્મદા નિગમ”પાટણ, દ્વારા ખેડૂત સંમેલન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું,
કાંકરેજ(થરા)ના રુવેલ ગામના મહાદેવ મંદિરના પ્રાંગણમાં નાયબ ખેતી નિયામક કચેરી પાટણ અને સરદાર સરોવર નર્મદા નિગમ પાટણ દ્વારા “ખેડૂત સંમેલન”કાર્યક્રમ નું મંગળવારે આયોજન કરવામાં આવ્યું હતું,
આ કાર્યક્રમ માં રાધનપુર શાખા નહેરમાં થી નીકળતી કેનાલના ગામો વરસડા,ચચાસકણા,માંડલા,રુવેલ, શિરવાડા,જાખેલ, વગેરે નહેરમાં થી સીંચિત વિસ્તારના ગામોના ખેડૂતો હાજર રહ્યા હતા,
કાર્યક્રમમાં ખેડૂતોને ઈશ્વરભાઈ પટેલે સહભાગી સિંચાઈ વ્યવસ્થાપન(PIM) વિશે ખેડૂતોને માહિતી આપી હતી,અને વારાબંધી થી સિંચાઈનું પાણી લેવાનો આગ્રહ કર્યો હતો, તેમજ એસ.પી.મહંતે નહેરોનાં બાંધકામ નહેરોની પાણીની વહન ક્ષમતા અને વિતરણ વ્યવસ્થાપન વિશે ખેડૂતો ને માહિતગાર કરાયા હતા,તેમજ ઉપસ્થિત મંચસ્થ મહાનુભવોએ નર્મદા સીંચિત વિસ્તારમાં પાણી વિતરણના સ્થાનિક પ્રશ્નો,પિયત સહકારી મંડળીના નિમેલ મંત્રી, પ્રમુખો દ્વારા નિકાલ કરવા અનુરોધ કરાયો હતો, ખેતી ખર્ચમાં ઘટાડો અને પાક મૂલ્યમાં દોઢા કે બમણા ભાવ મેળવી ખેડૂતો આર્થિક સધ્ધર બને તે માટે ખેડૂતો ને પ્રોત્સાહિત કરાયા હતા,તેમજ આ કાર્યક્રમ ના આયોજક નાયબ ખેતી નિયામકશ્રી (ન.યો) પાટણ વતી હિતેશભાઈ નિનામા દ્વારા સીંચિત વિસ્તારના ખેડૂતોને જમીન તંદુરસ્તી જાળવી રાખવા,જમીન સ્વાસ્થ્ય પત્રક (SHC) બનાવી પોતાના ખેતરમાં જરૂરિયાત મુજબ યોગ્ય માત્રામાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવા ખેડૂતોને માહિતગાર કરાયા હતા,
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે એસ.પી.મહંત કાર્યપાલક ઈજનેર રાધનપુર, ના.કા.ઈ.સુતરિયા, મ.ઈ. પાર્થભાઈ વાઘેલા, અ.મ.ઈ.જીગ્નેશભાઈ દેસાઈ, અને નિવૃત્ત નાયબ ખેતી નિયામક ઈશ્વરભાઈ પટેલ, ભારતીય કિસાન સંઘ પાટણના પ્રમુખ કીર્તિભાઈ અમીન, અને વગેરે ની ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ-ઝાલા જીતેન્દ્રસિંહ
સુઈગામ-બનાસકાંઠા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756