પંચમહાલ : ચૈત્રી નવરાત્રિ દરમિયાન યાત્રાધામ પાવાગઢમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

પંચમહાલ : ચૈત્રી નવરાત્રિ દરમિયાન યાત્રાધામ પાવાગઢમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ
Spread the love

પંચમહાલ : ચૈત્રી નવરાત્રિ દરમિયાન યાત્રાધામ પાવાગઢમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

તા. ૨ એપ્રિલથી તા. ૧૬ એપ્રિલ સુધી નિયંત્રણો જાહેર

પંચમહાલ જિલ્લાના પાવાગઢ યાત્રાધામ ખાતે ચૈત્રી નવરાત્રિ પર્વ દરમિયાન મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. આ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમ જ ટ્રાફિક નિયમન યોગ્ય રીતે જળવાઈ રહે તે માટે પંચમહાલ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એમ.ડી.ચુડાસમા (જી.એ.એસ) દ્વારા ગુજરાત પોલિસ અધિનિયમ- ૧૯૫૧ની કલમ- ૩૩(૧) (ખ) અન્વયે મળેલ અધિકારની રૂએ હાલોલ ટીમ્બી ત્રણ રસ્તા, જેપુરા ચોકડી, ઢીંકવા ચોકડી તેમજ ધનકુવા ચોકડીથી ભારે તેમજ ખાનગી વાહનોના પાવાગઢમાં પ્રવેશ પર તા. ૦૨ એપ્રિલ, ૨૦૨૨ થી તા. ૧૬ એપ્રિલ, ૨૦૨૨ સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. બોડેલીથી હાલોલ તરફ જતા વાહનો તેમજ હાલોલથી બોડેલી તરફ જતા વાહનો બાયપાસ પરથી જઈ શકશે. પાવાગઢમાં આવતા દર્શનાર્થીઓ વડા તળાવ ચોકડી ઉપરથી વાહનો સાથે પાવાગઢમાં પ્રવેશ કરી શકશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલિસ અધિનિયમ- ૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.

રીપોર્ટ :- દશરથસિંહ પરમાર, ગોધરા. પંચમહાલ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!