માધવપુર ઘેડ ખાતે રાષ્ટ્રીય કક્ષાના મહોત્સવના આયોજન સંદર્ભે ગીર સોમનાથમાં ૧૧ સમિતિઓની રચના

માધવપુર ઘેડ ખાતે રાષ્ટ્રીય કક્ષાના મહોત્સવના આયોજન સંદર્ભે ગીર સોમનાથમાં ૧૧ સમિતિઓની રચના
ઇણાજ ખાતે જિલ્લા કલેકટર શ્રી રાજદેવ સિંહ ગોહીલના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ
ગીર-સોમનાથ તા. -૦૬, માધવપુર ઘેડ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનો મેળો યોજાવાનો છે. જેના ભાગરૂપે મેળાને વધુ દિપાવવા માટે ગીર સોમનાથ વહીવટીતંત્ર પણ પૂરતો સહયોગ આપવા માટે સજ્જ થયું છે અને ૧૧ વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. જે સંદર્ભે જિલ્લા સેવાસદન ઇણાજ ખાતે કલેકટર શ્રી રાજદેવસિંહ ગોહીલના અધ્યક્ષસ્થાને આ ૧૧ સમિતિઓની સમિક્ષા બેઠક યોજાઇ હતી.
૧૧ સમિતિઓમાં સ્ટાફ મેનેજમેન્ટ સમિતિ, સમગ્ર કાર્યક્રમ માટે જિલ્લાના મુખ્ય નોડલ અધિકારી શ્રી,વીવીઆઇપી મહાનુભવો અને યાત્રિકોની રહેઠાણ અંગેની સમિતિ, પ્રોટોકોલ સમિતિ, ક્રુ મેમ્બર પ્રોટોકોલ સમિતિ, ધાર્મિક સંકલન સમિતિ, માધવપુર મેળા ખાતે યાત્રિકોના આવાગમન માટે સમિતિ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સમિતિ, સાંસ્કૃતિક કાર્યક્રમ સમિતિ, તેમજ ટ્રાફિક મેનેજમેન્ટ સમિતિ ની રચના કરવામાં આવી છે.
ગીર સોમનાથ જિલ્લાના નાયબ કલેકટર મામલતદાર મદદનીશ પોલીસ અધિક્ષક ચીફ ઓફિસર સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ સમિતિ નું સંચાલન કરવામાં આવશે. ગીર સોમનાથ પધારનાર મહાનુભવોને માધવપુર ના મેળા સુધી પહોંચાડવાનું અને તેમની વ્યવસ્થાનું સુચારું આયોજન કરી અને તંત્ર દ્વારા માધવપુર આવતા મહાનુભવો તેમજ લોકોને માધવપુર ના મેળા નો સર્વોત્તમ આનંદ સુચારુ રીતે પૂરો પાડવા તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ અપાયો છે. તમામ સમિતિઓ દ્વારા કરવામાં આવતી કામગીરીની ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રવીન્દ્ર ખતાલે દ્વારા રીવ્યુ મિટિંગ પણ યોજાઈ હતી.
ઉલ્લેખનીય છે કે સોમનાથ વેરાવળ અને તાલાળા ની તમામ હોટલોમાં મેળા દરમ્યાન આવનાર ટૂરિસ્ટોને 25% ડિસ્કાઉન્ટ સાથે હોટેલ થી માધવપુર સુધી લઈ જવા માટે ગાઈડ સાથે બસની ઉત્તમ સુવિધા ભોજન સહિતની વ્યવસ્થા નજીવા દરે પેકેજમાં પૂરી પાડવામાં આવશે. આ તમામ માહિતી હોટલોના રિસેપ્શન પર પોસ્ટર દ્વારા લગાવીને સોમનાથ અને તાલાલા આવતા યાત્રીઓને માધવપુર ના મેળા ની મુલાકાત લેવા માટે પ્રેરણા આપવામાં આવશે.
આ બેઠકમાં અધિક કલેકટર શ્રી બી.વી.લીંબાસીયા, પ્રાંત અધિકારી શ્રીમતી ભુમીકા વડાલીયા, ઉના પ્રાંત અધિકારી શ્રી રાવલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.કે.મકવાણા અને ડી.ડી.વાઘેલા, નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.એમ.પરમાર સહિત સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756