જૂની પેન્શન યોજનાની પુનઃ પ્રસ્થાપિત કરવા માટે સમગ્ર રાજ્યમાં કલેકટરને આવેદન અપાયું

જૂની પેન્શન યોજનાની પુનઃ પ્રસ્થાપિત કરવા માટે સમગ્ર રાજ્યમાં કલેકટરને આવેદન અપાયું.
આજરોજ રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન પુનઃ સ્થાપન સંયુક્ત મોરચો ગુજરાત રાજ્યના નેજા હેઠળ આહ્વાન થયેલ જૂની પેન્શન યોજના ને પુનઃ પ્રસ્થાપિત કરવા માટે સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં વિવિધ સંગઠનો ના સમર્થન સાથે
ધરણાં,રેલી સાથે કલેકટરશ્રી ને આવેદન પત્ર આપવાના કાર્યક્રમો યોજાયા હતા.
આ રેલી ધરણાં ના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભર ઉનાળામાં ગરમી ના પારા ને પણ હંફાવી નાખે તેવી પ્રચંડ ભીડ સાથે જોડાનાર તમામ સંવર્ગ ના દેવતુલ્ય ભાઈઓ તથા શક્તિ સ્વરૂપા બહેનો,વિવિધ સંગઠન ના કર્મચારીઓ નો રાષ્ટ્રીય સંયુક્ત મોરચા વતી તથા તમામ મહિલા સંવર્ગ ખાસ કરીને ગુજરાત રાજ્ય ની તમામ માતૃશક્તિ એ ફરી એકવાર ઐતિહાસિક હાજરી આપીને સહકાર આપ્યો હતો
*ભવિષ્યમાં પણ શીર્ષ નેતૃત્વ દ્વારા જે પણ આહ્વાન આપવામાં આવે
તેમાં આનાથી પણ અનેકગણી ઊર્જા સાથે સાથ સહકાર આપી જૂની પેન્શન યોજના ને પુનઃ પ્રસ્થાપિત કરવા માટે એકજૂટ બનીને સાથે મળીને વિજય પતાકા ફરકાવીશું
તેવી આશા ગુજરાત રાજ્યના તમામ શિક્ષકોએ વ્યક્ત કરી હતી.
રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756