ગ્રેઇન માર્કેટમાંથી દુકાન બાહર થી તમાકુનું કાર્ટુન તફડાવનાર શખ્સની સીસીટીવી ફૂટેજને આધારે તપાસ

જામનગર : જામનગર શહેરના ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં ધોળે દહાડે ત્રાટકેલા તસ્કરોએ તમાકુના વેપારીની દુકાનના ઓટલા પર રાખેલ રૂપિયા અડધા લાખની કિંમતના તમાકુનું કાર્ટૂન સેરવી ગયા હતા જે મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે ફરિયાદ નોધી કાર્યવાહી હાથ ધરી છે. બીજી બાજુ તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં પોલીસે
તેને પકડી પાડવાની કવાયત હાથ ધરી છે.
ચોરીની આ ઘટનાની પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર જામનગર ખાતે આવેલ પંચેશ્વર ટાવર વિસ્તારમાં રહેતા અને ગ્રેઈન માર્કેટમાં વેપારી પેઢી ચલાવતા શિવમ પરેશભાઈ જાનીએ પોતાની ગ્રેઇનમાર્કેટ વિસ્તાર ચેમ્બર હોલ નજીકની આર.કે ટ્રેડિંગ કંપની નામની પેઢીના ઓટલા પર તમાકુના કાર્ટુન રાખ્યા હતા જે ગત તા.29 ના રોજ બપોરે બે વાગ્યાથી અઢી વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યાં ઈસમ ચોરી કરી લઇ ગયા હતા.
આ ચોરીના બનાવ અંગે શિવમ પરેશભાઈ જાની એ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વેપારીની દુકાન તેમજ આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાઓ ની મદદથી આરોપીને પકડવા માટેની કવાયત હાથ ધરી છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756