ટાઉનહોલ ખાતેનું આધારકાર્ડ કેન્દ્ર 12 દિવસથી બંધ છતાં જવાબદારીનો ઉલાળિયો કરતી મહાનગરપાલિકા

જામનગરમાં આધાર કાર્ડનું કેન્દ્ર 12-12 દિવસથી બંધ રહેતા અનેક અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે. મહાનગરપાલિકા સંચાલિત ટાઉનહોલ ખાતે આવેલા આધાર કેન્દ્રમાં ટેકનીકલ ખામી સર્જાઇ હોય જેથી કામગીરી બંધ છે ત્યારે અન્ય સ્થળોએ આધાર કાર્ડની કામગીરી ચાલુ હોય તો ત્યાં કાર્ડ કઢાવવા મહાનગરપાલિકા દ્વારા જણાવાયું છે.
જામનગરમાં ટાઉનહોલ ખાતે આવેલ આધારકાર્ડ કેન્દ્રમાં ટેકનીકલ ખામી સર્જાતા વિક્ષેપ ઉભો થયો હોય જેથી ટાઉનહોલ ખાતે આધાર કાર્ડની કામગીરી બંધ છે. આ સેન્ટરની કામગીરી શરૂ થાય તે માટેના પ્રયાસો ચાલુ છે. જે પૂર્ણ શરૂ થશે ત્યારે આ કેન્દ્ર ચાલુ કરવામાં આવશે ત્યારે મહાનગરપાલિકાના તંત્રએ ખરેખર ટેકનીકલ વિક્ષેપ તાત્કાલિક દુર કરવાને બદલે લોકોને અન્ય સ્થળોએ આધાર કાર્ડ નિકળતા હોય ત્યાં જવા અપીલ કરેલ છે. આમ જોઇએ તો મહાનગરપાલિકાનું તંત્ર પોતાની જવાબદારીથી હાથ ઉંચા કરી માંગતુ હોય તેવો ઘાટ સર્જાયો છે.
મહાનગરપાલિકાનું ટાઉનહોલ ખાતે આવેલ આધાર કેન્દ્ર બંધ હોવાથી અન્ય કયા સ્થળો ઉપર આધાર કાર્ડ નિકળશે તેની માહિતી મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવી છે. જેમાં શહેરીજનોએ આધાર કાર્ડ માટે હવે તાલુકા પંચાયત, મામલતદાર ઓફિસ, સરકારી બેંકો, ખાનગી બેંકો, પોસ્ટઓફિસ, આઇસીડીએસ શાખા, સી.એસ.સી., ઇ-ગર્વનર્સ વિગેરે સ્થળોએ આધાર કાર્ડની કામગીરી ચાલુ છે જેથી જેનો લાભ લેવા જામનગર શહેરીજનોને મહાનગરપાલિકા દ્વારા જણાવાયું છે.
મહાનગરપાલિકાનું આધારકાર્ડનું સેન્ટર ઉપર અનેક અરજદારો આધાર કાર્ડ કઢાવવા માટે આવતા હોય છે. વર્તમાન ટેકનોલોજીના યુગમાં 12-12 દિવસથી ટેકનીકલ ખામીને લઇને આધાર કાર્ડની કામગીરી બંધ કરી દેવાઇ છે. ખરેખર તો આઇ.ટી. ક્ષેત્રના નિષ્ણાંતો મારફત આધાર કાર્ડના કેન્દ્રની ટેકનીકલ ખામી દૂર કરવામાં આવે તેવું આયોજન કરવાના બદલે મહાનગરપાલિકા દ્વારા અન્ય કયા સ્થળો ઉપર આધાર કાર્ડ નિકળશે તેની યાદી જાહેર કરી દેતા બુદ્ધિજીવીઓમાં ચર્ચા જાગી છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756