જામનગર નો ગોકુલનગર નો યુવાન લાપત્તા બન્યો

જામનગર : જામનગરના ગોકુલનગર રડાર રોડ પર આવેલ મથુરા સોસાયટી ખાતે ક્રિષ્ના સ્કુલ પાસે રહેતા રાહુલભાઇ નરેન્દ્રભાઇ ડાભી નામના 21 વર્ષીય કુંભાર યુવાન ગત તા.5ના રોજ સવારે ચારેક વાગ્યાના આરસામાં પોતાના ઘરેથી કોઇને કહ્યા વગર કયાંક ચાલ્યા ગયા હતા.
જે આજ સુધી પરત ન આવતા પરિવારજનોએ આજુબાજુમાં અને સગાસંબંધીઓને ટેલીફોનીક જાણ કરી તપાસ હાથ ધરી છે. પરંતુ રાહુલભાઇ ડાભીને કયાંય ભાડ ન મળતા અંતે લાપત્તા બનેલ યુવાનના સાઢુભાઇ સમીરભાઇ દિનેશભાઇ ભરડવાએ પોલીસ મથકમાં જાણ કરી હતી. ગુમ થયેલ યુવાન શરીરે ક્રિમ કલરનો શર્ટ તથા બ્લુ કલરનું પેન્ટ પહેરેલ છે અને શરીરે મધ્યમ બાંધો અને ઘંઉવર્ણ છે. આ અંગે કોઇ પણ શહેરીજનોને જાણ થાય તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવાયું છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756