યુવરાજસિંહની મુકિત માટે આમ આદમી પાર્ટીએ કલેકટરને આપ્યું આવેદનપત્ર

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પરીક્ષાઓમા યેનકેન પ્રકારે થતા ગોટાળાઓ અને પરીક્ષા પહેલા જ પેપર લીકના દાખલાઓ યુવરાજસિંહ જાડેજાએ મીડિયાના માધ્યમથી ઉજાગર કરતા રહ્યા અને અવાજ ઉઠાવતા રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, યુવરાજસિંહ ઉઠાવેલા અવાજના કારણે બિનસચિવાલય કર્લાકથી માંડીને અનેક ભરતી પરીક્ષાઓ રદ્ કરવાની સરકારને ફરજ પડી હતી. સેંકડો વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા માટે એમને ન્યાય અપાવવા બાબતે સરકારી ભરતીઓમાં થતી ગેરરીતી બાબતે યુવરાજસિંહ જાડેજા લડત આપતા રહ્યા છે.
રાજયના યુવાઓના પ્રશ્ર્નો રજૂ કરતા યુવરાજસિંહ છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં સરકારી ભરતીઓમાં થતા કૌભાંડોને પ્રકાશિત કરીને એક રીતે ગુજરાત સરકારની મદદ જ કરે છે. એમને ન્યાય આપીને સરકારે સાચા ગુનેગારને પકડવા જોઇએ અને યુવરાજસિંહ પર ગાંધીનગર પોલીસ દ્વારા ખોટી રીતે ગુનામા લગાવેલ 307 અને 332 જેવી કલમો હટાવીને એમની ધરપકડમાંથી મુકત કરવા જોઇએ.
સમગ્ર ગુજરાતની સર્વ સામાજિક સંસ્થાઓ દ્વારા તાત્કાલિક યુવરાજસિંહ પર લગાવેલ ગુનાઓ દૂર કરવામાં આવે અને એમને રિલીઝ કરવામાં આવે એની માંગણી કરવામાં આવે છે. સમગ્ર ગુજરાત રાજપુત (ક્ષત્રિય) સમાજની સાથે સર્વે સમાજ, લાખો વિદ્યાર્થીઓ યુવરાજસિંહ જાડેજાની સાથે છે અને જરૂર પડશે ત્યાં એમના માટે મોટી લડત પણ આપશે. તેમ આમ આદમી પાર્ટીએ જિલ્લા કલેકટર મારફત સરકારને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756