રાજ્ય સરકાર ના આશ્વાસન બાદ તબીબો હડતાલ સમેટી ફરજ પર હાજર

ડભોઇ સહિત ગુજરાત ભર માં સરકારી તબીબો પોતાની પડતર માંગો ને લઈ હડતાલ પર ઉતર્યા હતા.જેના પગલે સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓ ને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો.સરકારી તબીબો અચોક્કસ મુદત ની હડતાલ પર ઉતરતા ડભોઇ રેફરલ હોસ્પિટલ માં છેલ્લા 4 દિવસ થી તબીબો સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી તેઓની માંગો સ્વીકારવા સરકાર ને અપીલ કરી હતી.સમગ્ર ગુજરાત માં તબીબો ની હડતાલ ના પગલે સર્જાયેલ અફરા તફરી ને જોતા સરકાર એ તબીબો ને માંગણી સ્વીકાર કરવા આશ્વાસન આપ્યું હતું અને વહેલી તકે તેઓને પડતી સમસ્યા નું સામધન કરવા આશ્વાસન આપ્યું હતું અને હડતાલ સમેટવા સમજાવ્યા હતા.જે બાદ તબીબો એ સરકાર ની વાત માન્ય રાખતા હાલ પૂરતી હડતાલ સમેટી લેતા ફરીથી ફરજ પર હાજર થયા હતા.તબીબો ની હડતાલ સમેટાતા દર્દીઓ એ રાહત નો શ્વાસ લીધો હતો.
રિપોર્ટ :- ચિરાગ (રાજુ ઘેટી)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756