હળવદ શરણેશ્વર મંદિર ખાતે કેન્સરનું નિદાન કેમ્પ યોજાયો

હળવદ શરણેશ્વર મંદિર ખાતે કેન્સરનું નિદાન કેમ્પ યોજાયો
Spread the love

હળવદ શરણેશ્વર મંદિર ખાતે કેન્સરનું નિદાન કેમ્પ યોજાયો

વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે રોટરી કલબ ઓફ હળવદ
અને ઈનરવિલ ક્લબ ઓફ હળવદ દ્વારા મોબાઈલ કેન્સર ડિટેક્સન વાનમાં
સ્તન, ગર્ભાશયમુખ, પ્રોસ્ટેટ કેન્સરનો વિનામૂલ્યે નિદાન કેમ્પ શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર હળવદ ખાતે યોજવામાં આવ્યો હતો.

આલીપોર સોશ્યલ વેલ્ફેર ટ્રસ્ટ- આલિપોર હોસ્પિટલ તથા રોટરી ક્લબ ઓફ ચીખલી રીવરફ્રન્ટ અને ગણદેવી ના સહયોગથી આ સાડા ત્રણ કરોડના ખર્ચે બનેલી રોટરીની 40 ફૂટ લાંબી બસ બધીજ સગવડતાઓથી સજ્જ અતિ આધુનિક અને હરતી ફરતી લેબોરેટરી હળવદના આંગણે સૌપ્રથમવાર લાવવામાં આવી હતી.

હાલ સ્ત્રીઓમાં સ્તન અને ગર્ભાશય તેમજ પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. કેન્સર એવો રોગ છે જેમાં સમયસર નિદાન કે સારવાર મળી જાય તો ઘણી બધી પ્રકારની તકલીફો અને વેદનાઓથી તેમજ કિમોથેરાપી, રેડીયોથેરાપી, ઓપરેશનથી બચી શકાય છે. પરંતુ લોકો
શરમ, સંકોચ, હીનતા કે ડર,ભય અને આર્થિક કારણોસર સમયસર નિદાન કરાવવાનું ટાળતા હોય છે. જેથી પ્રાથમિક તબક્કે આ રોગને ઓળખવો મુશ્કેલ થતો હોય છે.
આપણું સેન્ટર નાનું હોવાથી અહીંયા આવા રિપોર્ટ્સ થતા નથી. આ રિપોર્ટ્સ સિટીમાં જ થતા હોય છે અને ત્યાં તેનો 5 હજાર જેવો ખર્ચ પણ ભોગવવો પડે છે.
સજગતાથી પ્રાથમિક સ્ટેજ માં તપાસ ઘર આંગણે થઈ જાય એવા હેતુથી રોટરી અનેં ઈનરવિલ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં અગાઉથી નામ નોંધણી કરવામાં આવી હતી.
કેમ્પમાં કુલ 102 જણાની તપાસ કરવામાં આવી હતી. જે તમામના રિપોર્ટ્સ ટૂંક સમયમાં આવી જાશે.

૩૫ થી ૬૦ વર્ષની 99 બહેનો અનેં 3 પુરુષોને આ કેમ્પનો નિઃશુલ્ક લાભ મળ્યો હતો.

આ કેમ્પ માટેની માળખાકીય સુવિધાઓ અને સહકાર શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ હળવદ દ્વારા કરી આપવામાં આવી હતી.

આ કેમ્પના દાતાશ્રી
કિસાન માર્કેટિંગ
ડિલર્સ: કામધેનુ સ્ટીલ & હાથી સિમેન્ટ
રાજુભાઇ પટેલ / અરવિંદભાઈ પટેલ રહ્યા હતા.

પ્રોજેક્ટ ચેરમેન
ડો. અંકિત માલમપરા ગાયનેક, પાર્થ હોસ્પિટલ અને
ડો. પાર્થ સાદરિયા ગાયનેક, યુનિક હોસ્પિટલ તેમજ રોટરી ક્લબ ઓફ હળવદ અને ઈનરવિલ ક્લબ ઓફ હળવદ ના સભ્યોએ આ કેમ્પને સફળ બનાવેલ.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!