ગુજરાતની સફળ યુવા ગ્રાફિક ડિઝાઇનર :ઋજુતા જગતાપ

દેશભરના મોટા ઇવેન્ટ માટે
જાણીતી બનેલી ગુજરાતની સફળ યુવા ગ્રાફિક ડિઝાઇનર :ઋજુતા જગતાપ
ટીવી સ્ટાર અને જાણીતી બૉલીવુડની હસ્તીઓ માટેના બે “આઇકોનિક ગોલ્ડ એવોર્ડ -2021-22″ના ઇવેન્ટ,’ઇન્ડિયાઝ ટોપ મોડેલ ” ઇવેન્ટની ડિઝાઇનોથી વધુ લોકપ્રિય બની.
…………………………………
ઝી મ્યુઝિક કંપનીએ “બલમવા” “મ્યુઝિક આલ્બમની પબ્લિસિટી ડિઝાઇનર રૂજૂતા જગતાપનું નામ યૂટ્યૂબ પર મૂકાયું
…………………………………
મ્યુઝિક આલબમ ઉપરાંત મુંબઈ ખાતેના આઇકોનીક એવોર્ડ ઇવેન્ટની સહીત 3000થી વધુ ગ્રાફિક ડિઝાઇનોની ડિઝાઇનર બની ઋજુતા
…………………………………
“ઇશ્કબાજી”,
“કન્ફ્યુઝન”,”કથા ગોમતીમાતા કી “,ધડકન “મ્યુઝિક સોન્ગવિડિ ની પોસ્ટર ડિઝાઇનોથી ઋજુતા લોકપ્રિય બની
રાજપીપલા, તા.11
દેશભરના મોટા ઇવેન્ટ માટે
જાણીતી બનેલી ગુજરાતની સફળ યુવા ગ્રાફિક ડિઝાઇનર તરીકે ઋજુતા જગતાપનું નામ આજકાલ જાણીતું બની ગયું છે.ખૂબ જ ટૂંકા ગાળામાં પ્રગતિના શિખરો સર કરી પોતાના ગ્રાફિક કાર્ય ક્ષેત્રનો બહોળો
વ્યાપ-વિસ્તાર વધારી દેશભરના મોટા ઇવેન્ટમાટે વાર્ષિક કરાર બધ્ધ થયેલી સૌથી વ્યસ્ત અને સફળ ગ્રાફિક ડિઝાઇનિંગમા ગુજરાતમા મોખરે રહી છે નામાંકિત કંપનીઓની ઈવેન્ટ માટે ગ્રાફિક ડિઝાઇનીંગ કરવાથી માંડીને ટીવી અને બોલિવૂડની જાણીતી હસ્તીઓ માટેની એવોર્ડ્સ ઈવેન્ટ માટે ગ્રાફિક ડિઝાઇનીંગકરવાનું હોય કે મ્યુઝિક આલ્બમ માટે ગ્રાફિક ડિઝાઇનીંગ કરવાનો સફળ શ્રેય ઋજૂતા જગતાપને મળ્યો છે.
જેમાં સુંદર કલ્પનો,આકર્ષક ફ્રેમીંગ નવરંગી કૉન્સેપ્ટસ, તલસ્પર્શી સૂઝબૂઝ વિષયને અનુરૂપ આદાન-પ્રદાન માટેની કૂનેહ વિગેરે ગુણોઅને હાર્ડ વર્કથકી આગળ આવેલી ઋજૂતાની ડિઝાઇનો આજકાલ ચર્ચામા હોવા ઉપરાંત ખૂબ લોકપ્રિય બની છે
ગ્રાફિક્સના ક્ષેત્રમાં ગુજરાત, રાજપીપલાની પ્રતિભાશાળી
યુવા ગ્રાફિક ડિઝાઇનર રૂજુતા જગતાપે ગ્રાફિક ડિઝાઇનિંગ ક્ષેત્રે કાઠું કાઢ્યું છે.દેશના મોટા ઇવેન્ટની ડિઝાઇનો બનાવવામાં સફળ થયેલી ગુજરાતની સફળ યુવા ગ્રાફિક ડિઝાઇનરતરીકે રૂજુતા જગતાપનું નામ આજકાલ અગ્રેસર છે.ગુજરાત રાજપીપલાની ઋજૂતા ટોપ ગ્રાફિક ડિઝાઇનરમાં જાણીતું નામ છે. ખૂબ ટૂંકા ગાળામાં મોટી મોટી કંપનીઓના ઇવેન્ટની ગ્રાફિક ડિઝાઇનિંગ પણ ઋજૂતા જગતાપે ડિઝાઇન કર્યા છે.
હાલમાં જ ઝી મ્યુઝિક કંપની દ્વારા લોન્ચ કરાયેલ “બલમવા” મ્યુઝિક આલ્બમની પબ્લિસિટી ડિઝાઇનર તરીકે ગુજરાત, રાજપીપલાની ગ્રાફિક ડિઝાઇનર ઋજૂતા જગતાપનું નામ ઝી મ્યુઝિક કંપનીએ યૂટ્યૂબ પર મૂક્યુંછે.
એ ઉપરાંત મુંબઈ ખાતે બે મોટા આઇકોનીક એવોર્ડ ઇવેન્ટ યોજાઈ ગયા જેમાં “આઇકોનિક ગોલ્ડ એવોર્ડ -2021-22″ના ઇવેન્ટ યોજાયા. આ સમગ્ર ઇવેન્ટનું ગ્રાફિક ડિઝાઇનિંગ પણ ઋજુતા જગતાપે કર્યું છે. આ ઇવેન્ટમાં ટીવી સ્ટાર અને બૉલીવુડની હસ્તીઓ જેવા કે કાર્તિક આર્યન,કે કે મેનન, શિલ્પા શેટ્ટી,શમિતા શેટ્ટી, વિજય વર્મા, મનીષ મલ્હોત્રા, પ્રીતિ શેનન, મુકેશ છાબડા, સિદ્ધાર્થ મલ્હોત્રા, જાસ્મીન ભસીન,દિવ્યા, કુસુમ ઘોસલા,દિવ્યાંકા ત્રિપાઠી, બાલા કપૂર, ધીરજ ધૂપર, નુસરત ભરૂચા વગેરેજાણીતી ફિલ્મી હસ્તીઓની ઉપસ્થિતિ માં યોજાયેલ એવોર્ડ સમારંભના ઇવેન્ટની સંપૂર્ણ ડિઝાઇન ઋજતા જગતાપે તૈયાર કરી છે.
એ ઉપરાંત વારાણસી ખાતે યોજાયેલ એવોર્ડ ફંકશન “કાશી યોદ્ધા ગૌરવ સન્માન” ઇવેન્ટની ગ્રાફિક ડિઝાઇનર પણ ઋજૂતા જગતાપ જ છે.
એ ઉપરાંત “ઇન્ડિયાઝ ટોપ મોડેલ “ની ઇવેન્ટની બે સીઝન પૂર્ણ થઈ છે અને ત્રીજી સીઝન શરૂ થઈ છે જે ઇવેન્ટની ડિઝાઇન પણ ઋજૂતા જગતાપે જ તૈયાર કરી છે.હવે વિવિધ કંપનીના ઓર્ગેનાઈઝર્સ પણ પોતાની ઇવેન્ટની ડિઝાઇન તૈયાર કરવા માટે ઋજુતાનો સંપર્ક કરી રહ્યા છે.
એ ઉપરાંત ખુબજ પોપ્યુલર થયેલ આ સોન્ગના સિંગર ડો. અનામિકા સીંગ,મ્યુઝિક: અજય જયસ્વાલ,લીરીક્સ: દર્પણ અગ્રવાલ,ડાયરેકર: સ્વપ્નિલ જયસ્વાલ અને પબ્લિસિટી ડિઝાઇનર: ઋજૂતા જગતાપનું નામ ઝી મ્યુઝિક કંપનીએ યૂટ્યૂબ પર મૂક્યું છે. મ્યુઝિક વિડિઓ ઇવેન્ટ મુંબઈ ખાતે યોજાઈ હતી. જે ઇવેન્ટની ડિઝાઇન પણ ઋજૂતા જગતાપે તૈયાર કરી હતી. ઝી મ્યુઝિક કંપની દ્વારા યુટ્યુટ્યુબ પર “બલમવા”નું સોન્ગ રિલીઝ થયાં પછી માત્ર 13દિવસમાંજ તેના 3.8લાખ વ્યુઝ આવ્યા છે અત્યંત લોકપ્રિય થયેલ આ ઇવેન્ટની ગ્રાફિક ડિઝાઇન રાજપીપલાની જાણીતી ગ્રાફિક ડિઝાઇનર ઋજૂતા જગતાપે ડિઝાઇનકરી છે. જે ડિઝાઇન પણ ખૂબ લોકપ્રિય થઈ છે.જેમાં” ઇશ્કબાજી” મ્યુઝિક વિડિઓ જેની સિંગર અનામિકા છે તેની પોસ્ટર ડિઝાઇનિંગ પણ રૂજૂતાએ જ કરી છે. એ ઉપરાંત ઓમ વિલાસ બેનર્સની એન એંગલ ફિલ્મ પ્રોડક્શનની “કન્ફ્યુઝન” લવ સોન્ગનો મ્યુઝિક વિડિઓ ની 4પોસ્ટર ડિઝાઇનિંગ પણ ઋજૂતાએ જ તૈયાર કરી છે.જે અનામિકા સરસીંગની યૂટ્યૂબ ચેનલ પર11ફેબ્રુઆરીએ રિલીઝ થઈ છે.એ ઉપરાંત સિંગર અનામિકાની “કથા ગોમતીમાતા કી “મ્યુઝિક સોન્ગ ની પોસ્ટર ડિઝાઇન પણ ઋજૂતાની જ છે.
એ ઉપરાંત અન્ય એક લવસોન્ગ “ધડકન “નો મ્યુઝિક વિડિઓની ઋજતાની ડિઝાઇન પણ ખૂબ પણ લોકપ્રિય થઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે રૂજૂતાએ અત્યાર સુધીમાં 3000થી વધુ ડિઝાઈનો તૈયાર કરી છે.
ખુબજ ટૂંકા ગાળામાં દેશભરના મોટા ઇવેન્ટની ડિઝાઇનો તૈયાર કરવામાં સફળ રહેલી ગુજરાતની પ્રથમ સફળ ગ્રાફિક યુવા ડિઝાઇનર બની ગઈ છે.અંગ્રેજી મીડીયમમાં
B. E (E. C )સ્નાતક થયેલ
થયેલ રૂજૂતાએ ગ્રાફિકમાં કેરિયર બનાવતા ગ્રાફિક ડિઝાઇનિંગનો ડિપ્લોમા કર્યા પછી ગ્રાફિક્સમાં કેરિયર બનાવવાની શરૂઆત કરી. શરૂઆતમાં બે ત્રણ કંપનીમાં જોબ કર્યા પછી એણે જુદી જુદી કંપની તરફથી તેને ખૂબકામ મળતાં કોરોનામાં જોબ છોડી દીધી. અને પ્રાઇવેટમાં ફ્રીલાંસીગ કામ શરૂ કર્યું.મોડી રાત્રે ત્રણ ચાર વાગ્યાં સુધી સતત કામ કરતી ઋજૂતાની નિત નવી સ્ટાઈલિસ્ટ ડિઝાઈનો કંપનીઓને પસંદ પડતા મોટી મોટી કંપનીઑના ઇવેન્ટની ડિઝાઇનનું કામ મળવા માંડતા હાલ તેની પાસે વિવિધ ઇવેન્ટના વાર્ષિક કોન્ટ્રાક્ટ મળતાં હાલ તે સૌથી બીઝી ડિઝાઇનર બની ગઈ છે.ગુજરાતનું નામ રોશન કરનાર ઋજુતા હાલ ગ્રાફિક ડિઝાઇનિંગ ક્ષેત્રે કામ કરતી સૌથી વ્યસ્ત ડિઝાઇનર ગણાય છે.
“સીટી શોર”ની કેલેન્ડર માટે મોડેલિંગ કરી ચૂકેલ અને 2013ની “મિસ પ્રિન્સેસ “બની ચૂકેલ ઋજુતાએ હવે ગ્રાફિક્સ મા પોતાનું કેરિયર બનાવ્યું છે જેમાં એ ખૂબ સફળ થઈ છે.
આ અંગે ઋજુતાએ આ ક્ષેત્રમાં આગળ વધવા માંગતા યુવા પેઢીને અને ખાસ કરીને યુવતીઓને માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે યુવામહિલાઓ માટે ગ્રાફિક ડિઝાઇનિંગમાં ખૂબ મોટી કારકિર્દી બનાવી શકાય તેમ છે. એમાં ખૂબ લગન, મહેનત અને સારુ કામ કરવાની તમન્ના હોય તો ચોક્કસ આ ક્ષેત્રમાં યુવક યુવતીઓનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકાય છે. કોરોનામાં જયારે બધાને જોબ છોડવાનો વારો આવ્યો ત્યારે આ જ એક માત્ર આ વ્યવસાય ગ્રાફિક ડિઝાઇનિંગ ઓનલાઇનથી સતત ચાલુ રહ્યો હતો.ફિલ્મ, રાજકારણ, અન્ય બિઝનેશ, ટીવી, અખબાર, મીડિયા ઉપરાંત એડવરટાઇઝમેન્ટ, ફિલ્મ પોસ્ટર ડિઝાઇન, જવેલરી ડિઝાઇન, ઇવેન્ટ ડિઝાઇન, મ્યુઝિક આલ્બમ ડિઝાઇન,
ફેશન ડિઝાઇન,OTT પ્લેટફોર્મ , વગેરે કામગીરીની ખૂબ ડિમાન્ડ વધી છે ત્યારેઆગામી દિવસોમાં ગ્રાફિક ડિઝાઇનરોની બોલબાલા વધી જાય તો નવાઈનહીં. ([email protected])
કેરિયર કોઈ પણ ક્ષેત્રમાં બનાવી શકાય છે.લગન હોય. નવા ક્ષેત્રમાં આગળ વધવાની ધગસ હોય, કામની પ્રતિબધ્ધતા અનેસિન્સીયારિટી હોય તોએને સફળ થવામાં કોઈ રોકી શકતું નથી. આજકાલ મહિલાઓ પણ નવીન ક્ષેત્રમાં પોતાનું કેરિયર બનાવવામાં રસ દાખવી રહી છે. આજકાલ ગ્રાફિક ડિઝાઇનિંગ એક આકર્ષક વ્યવસાય તરીકે દેશભરમાં લોકપ્રિય બની રહ્યો છે જેમાં કામની સફળતા બાદ નામ અનેપૈસો બન્ને મળે છે.ઋજૂતા ગ્રાફિકમા કેરિયર બનાવવામાટે ઉત્સુક યુથ જનરેશન માટે પ્રેરણા સ્ત્રોત જરૂર બની છે.
રિપોર્ટ :દીપક જગતાપ, રાજપીપલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756