લાખણી:ભાકડીયાળ ગામે પાણી ની સમસ્યા

લાખણી ના ભાકડિયાલ ગામમાં છેલ્લા દસ દિવસથી પાણી ની તંગી જોવા મળી.
ગુજરાત રાજ્યમાં ચુંટણી ના ભણકારા વાગી રહ્યા છે ત્યારે સૌ પક્ષ પોતપોતાના રોટલા શેકવા નાં પ્રયાસો શરૂ કર્યા છે જે ગામમા પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ નથી એવાં ગામો માં વોટ ની આશા રાખવી નહીં તેવું જણાઈ રહ્યું છે બનાસકાંઠા જિલ્લાના લાખણી ના ભાકડીયાલ ગામમાં ઉનાળા ની ઋતુ માં પાણી ની સમસ્યા ઊભી થઈ છે અત્યારે ભર ઉનાળે ગરમી વધતી જાય છે અને ગરમી ના દિવસોમાં પાણી મહત્વપૂર્ણ છે પરંતુ ત્યારે ગ્રામ પંચાયત ના સભ્યો ને તલાટી અને સરપંચ માનવત પ્રાથમિક શાળા માં આવતા વિદ્યાર્થીઓ પણ પાણી માટે વલખા મારી રહ્યા છે.ગામ લોકો નું કહેવું છે કે ચુંટણી આવે ત્યારે ઘણા બધાં વાયદા કરવામાં આવે છે.પરંતુ ગામલોકો ઘણી બધી મુશ્કેલીઓ થી ઘેરાયેલા હોય ત્યારે કોઈ નથી આવતું ભાકડીયાલ ગામની મુલાકાત લેવા માટે નેતા ચુંટણી સમય માં દેખાયા હતા.ભાકડીયાલ ગામ નાં લોકો એ નારાજગી વ્યક્ત કરી ને જણાવ્યું હતુ કે અમારું એક એવું ગામ છે કે વિકાસના નામે કોઈ કાયૅ કરવામાં આવ્યું નથી જેથી અમારી પાસે ફરી વિકાસ ની રાજનીતિ કરવામાં નાં આવે તો વધું સારું.
રિપોર્ટ: જનકસિહ વાઘેલા (બનાસકાંઠા)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756