” ડભોઇ- દભૉવતી નગરી માં આવેલ રામજીમંદિર માં શ્રદ્ધાપૂર્વક ઉત્સાહભેર રામનવમીની ઉજવણી”

” ડભોઇ- દભૉવતી નગરી માં આવેલ રામજીમંદિર માં શ્રદ્ધાપૂર્વક ઉત્સાહભેર રામનવમીની ઉજવણી”
Spread the love

” ડભોઇ- દભૉવતી નગરી માં આવેલ રામજીમંદિર માં શ્રદ્ધાપૂર્વક ઉત્સાહભેર રામનવમીની ઉજવણી”

ડભોઇ ટાવર પાસે આવેલ રામજી મંદિરે રામ નવમીની ભારે શ્રધ્ધા પૂર્વક અને સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોરોના હકાળને કારણે રામ ભક્તો એ બે વર્ષ બાદ ઉત્સાહપૂર્વક ઉજવણી કરી પ્રભુ ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.ચૈત્ર સુદ નોમના દિવસે સમગ્ર દેશ- વિશ્વભરમાં રામ નવમીની ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે .આ દિવસે ભગવાન વિષ્ણુજીએ અસુરોનો સંહાર કરવા માટે પૃથ્વી પર મનુષ્યના અવતાર રૂપે સાતમો અવતાર લીધો હતો. તેમને આ અવતારમાં શ્રીરામ રૂપે જીવનમાં મર્યાદાઓનું પાલન કર્યુ હતુ . જેથી તેઓ મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખાયા હતા.તેમના આ જન્મ દિવસને ખુબ જ ધામધુમથી, શ્રધ્ધા અને ઉત્સાહ પૂર્વક ઉજવવામાં આવે છે
રામ નવમીનો તહેવાર ધણો જ મહત્વપૂર્ણ છે. આ પર્વની સાથે જ માતા દુર્ગાની નવરાત્રીનું સમાપન જોડાયેલું છે. ભગવાન શ્રી રામે પણ માતા દુર્ગાની પૂજા આરાધના કરી હતી અને તેમના દ્વારા કરવામાં આવેલી શક્તિ પૂજા એ તેમને યુધ્ધ માં વિજય અપાવ્યો હતો .એવું કહેવાય છે કે રામ નવમીના દિવસે ગોસ્વામી તુલસીદાસજી એ રામચરિત માનસની રચનાનો આરંભ કર્યો હતો. રધુકુળ શિરોમણી મહારાજા દશરથ તથા મહારાણી કૌશલ્યાને ત્યાં બ્રહ્માંડ નાયક અખિલેશ સાક્ષાત ભગવાન વિષ્ણુ એ પુત્ર સ્વરૂપમાં જન્મ લીધો હતો.જેમાં આજરોજ ડભોઇ નગરમાં ટાવર પાસે આવેલ રામજી મંદિરમાં ભારે ધામધૂમથી અને શ્રદ્ધાપૂર્વક રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બપોરના 12 કલાકે મહાઆરતી યોજાઇ હતી જેનો ભક્તજનોએ દર્શનનો લાભ લીધો હતો તેમજ રાત્રી દરમિયાન ભજન કીર્તન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સમસ્ત હિન્દુ સમાજ ડભોઇ તાલુકા દ્વારા રામનવમી ની ભવ્ય શોભા યાત્રા સાંજે ૪:૦૦ કલાકે ડભોઇ રામટેકરી પાસેથી કાઢવામાં આવી હતી. જેમાં ડભોઇ શહેર અને તાલુકાનાં સર્વે ધર્મપ્રેમી લોકો મોટીસંખ્યામાં જોડાયા હતા.
તેમજ ડભોઇના હીરા ભાગોળ પાસે આવેલ રામજી મંદિરમાં પણ વહેલી સવારે ભગવાનની પૂજા-અર્ચના કરી રામનવમીની ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી.

રિપોર્ટ :- ચિરાગ (રાજુ ઘેટી)

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20220411-WA0012.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!