પવિત્ર યાત્રાધામ ચાણોદ ખાતે ગ્રીષ્મા વેકરિયા ની અસ્થિઓ નું વિસર્જન કરતા પરિવારજનો

પવિત્ર યાત્રાધામ ચાણોદ ખાતે ગ્રીષ્મા વેકરિયા ની અસ્થિઓ નું વિસર્જન કરતા પરિવારજનો
સમગ્ર ગુજરાત સહિત દેશભર માં ચકચાર મચાવનાર ગ્રીષ્મા વેકરિયા ની જાહેર માં કરપીણ હત્યા કરી મૃત્યુ નિપજાવવા ની ઘટના એ ચકચાર મચાવી હતી.સુરત ખાતે રહેતી ગ્રીષ્મા વેકરિયા ને એક તરફી પ્રેમ માં ફેનીલ નામ ના શખ્સ દ્વારા જાહેર માં ગળા ના ભાગે તીક્ષ્ણ હથિયાર થી ગળું કાપી જાહેર માં હત્યા કરવામાં આવી હતી.જે બાદ સમગ્ર દેશ માં હત્યારા ફેનીલ સામે લોકો એ ફિટકાર વરસાવ્યો હતો.આજરોજ સૂરત ખાતે રહેતા ગ્રીષ્મા ના પરિવારજનો ડભોઇ તાલુકા ના યાત્રાધામ ચાણોદ ખાતે ગ્રીષ્મા ની અસ્થિઓ નું પવિત્ર નર્મદા નદી ખાતે વિસર્જન કરવા આવી પહોંચ્યા હતા.પરિવારજનો એ ધાર્મિક વિધિવિધાન થી ગ્રીષ્મા ની આત્મા ને શાંતિ અર્થે પૂજા કરી હતી તેમજ તેની અસ્થિ નું પવિત્ર નર્મદા નદી માં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેના પરિવાર ના તમામ સભ્યો હાજર રહ્યા હતા અને ભીની આખે વ્હાલસોયી દીકરી ને યાદ કરી તેની આત્મા ની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
રિપોર્ટ:- ચિરાગ (રાજુ ઘેટી)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756