વિસાવદર માં રિબડીયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન

વિસાવદરમાંરિબડીયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન:તથા જીવતા જગતિયું
વિસાવદરતા.વિસાવદર શહેરમાં રિબડીયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેનો કથા પ્રારંભરવિવાર તા.૧૦/૦૪/૨૨ ના રોજ થયેલ છે જેની પૂર્ણાંવૃત્તિ તા.૧૫/૦૪/૨૨ ના રોજ કરાશે.
ઉપરોક્ત સપ્તાહ તા.૧૦/૦૪/૨૨ના રોજ સવારે-૯-૦૦ કલાકે પોથી યાત્રા તા.૧૨/૦૪/૨૨ ના રોજ શ્રી નૂરસિંહ પ્રાગટય સાંજે ૫-૦૦ કલાકે, તથા તા.૧૩/૦૪/૨૨ ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે શ્રી વામન જન્મ રાખવામાં આવેલ તથા આજ દિવસે બપોરે ૧૨:૦૦ કલાકે તથા શ્રી કૃષ્ણ પ્રાગટય તથા નંદ મહોત્સવ સાંજે ૫:૦૦ કલાકે તથા શ્રી કૃષ્ણ રુક્ષમણી વિવાહ સાંજે ૫:૦૦ કલાકે રાખવામાં આવેલ છે સ્વ.સાગરભાઈ તથા રિબડીયા પરિવારના પિતૃ મોક્ષ અર્થ આ સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે આ કથામાં શાસ્ત્રીશ્રી ધર્મેન્દ્રભાઈ આર.પંડયા તેમની સંગીતમય સુમધુર શૈલીમાં કથાનું રસપાન કરાવશે આ કથાનો લાભ લેવા સર્વ ધર્મપ્રેમીઓને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવેલ છે આજ સપ્તાહ દરમિયાન પિતાશ્રી સમજુભાઈ લીંબાભાઈ રિબડીયાનું જીવતા જગતિયું તા.૧૩/૦૪/૨૨ ના રોજ ભાવથી કરવાનું છે.
રિપોર્ટ હરેશ મહેતા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756