જિલ્લા વિકાસ અધિકારી ના હસ્તે આરોગ્ય ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મીઓનું સન્માન કરાયું

જિલ્લા વિકાસ અધિકારી ના હસ્તે આરોગ્ય ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મીઓનું સન્માન કરાયું
Spread the love

જિલ્લા વિકાસ અધિકારી ના હસ્તે આરોગ્ય ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મીઓનું સન્માન કરાયું

તાલુકા કક્ષાના ૧૫ જેટલા અધિકારી,કર્મચારીઓને પ્રશસ્તિપત્ર અને ટ્રોફી આપી સન્માનિત કરાયાં

રાજપીપલા, તા.14

નર્મદા જિલ્લા વિકાસ અધિકારીશ અંકિત પન્નુના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત કોન્ફરન્સ હોલ ખાતે વેક્સીનેશન સત્કાર સમારંભ યોજાયોહતો.જેમાં કોવિડ-૧૯ વેક્સીનેશન, કોવિડ ટેસ્ટીંગ સહિત આરોગ્યલક્ષી વિવિધ કામગીરી માટે ઉત્તમ કામગીરી કરનાર તાલુકા કક્ષાના ૧૫ જેટલા આરોગ્ય અધિકારીઓ-કર્મચારીઓ ઉપરાંત વેક્સીનેશન ફેસીલેટરોને પ્રશસ્તિપત્ર અને ટ્રોફી આપી સન્માનિત કરાયાં હતાં.અને અભિનંદન પાંઠવ્યા હતાં.

અધિક જિલ્લા આરોગ્ય અધિકારી વિપુલ ગામીતે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં નર્મદા જિલ્લામાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટ લાઇન વર્કરોને સૌ પ્રથમ વેક્સીનેટ કરવામાં આવેલ ત્યારબાદ સરકારની ગાઇડલાઇનમાં જણાવ્યાં મુજબના તમામ લોકોને વેક્સીનેશન કરવામાં આવેલ છે. જે અંતર્ગત નર્મદા જિલ્લામાં ૧૨ થી ૧૪ વર્ષના બાળકો, ૧૫ થી ૧૮ વર્ષના યુવાઓને ફસ્ટ ડોઝ અને સેકન્ડ ડોઝની કામગીરી પૂર્ણ થયેલ છે. તેમજ ૧૮ થી ૬૦ વર્ષના તમામ લોકોને સેકન્ડ ડોઝ આપવામાં આવેલ છે અને ૬૦ થી ઉપરની વયના તમામ વયસ્કોને પણ પ્રિકોશન ડોઝ આપવાની કામગીરી કાર્યાન્વિત છે.

રિપોર્ટ  :જ્યોતિ જગતાપ, રાજપીપલા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!