સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ચૈત્ર માસમાં લીમડાના રસનું વિતરણ કરાયું

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ચૈત્ર માસમાં લીમડાના રસનું વિતરણ કરાયું
પવિત્ર ચૈત્ર માસમાં લીમડાનો રસ પીવાનું આપણા શાસ્ત્રોમાં અનોખું મહત્વ આલેખાયું છે. લીમડાનો રસ પીવાથી આખુ વર્ષ નિરોગી રહી શકાય છે. ચૈત્ર માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટના પ્રોજેક્ટ ચેરમેન રીનાબેન જૈન, હર્ષાબેન નાયક દ્વારા માતરિયા તળાવ ખાતે દરરોજ સવારે 06.30 થી 9.00 સુધી સુધી આરોગ્યામૃત નું વિતરણ કર્યું હતું. જેનો લાભ 100 વધુ શહેરીજનોને લીધો હતો. ત્વચા માટે પણ લીમડાના રસનું સેવન લાભકારી છે. આથી સિઝનમાં લોકો મોટી સંખ્યામાં રસનું સેવન કરતાં હોય છે. ભરૂચ ના લોકોનું સ્વાસ્થ્ય અને તંદુરસ્તી સારા રહે તે હેતુથી માતરિયા તળાવ પર લીમડાના રસનું વિતરણ કરાયુ હતુ. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શ્રી ઉષાબેન સિધ્ધપુરા,સ્થાપક હેમાબેન પટેલ અને સભ્યો હાજર રહ્યા હતા.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756