હળવદ : ૧૫ ગામોમા નર્મદાનું પીવાનું પાણી નહીં મળતા ગામ લોકો ને બોર નું ક્ષાર યુક્ત પાણી પીવા મજબુર

હળવદ : ૧૫ ગામોમા નર્મદાનું પીવાનું પાણી નહીં મળતા ગામ લોકો ને બોર નું ક્ષાર યુક્ત પાણી પીવા મજબુર
Spread the love

હળવદ તાલુકામાં ૧૫ ગામોમા નર્મદાનું પીવાનું પાણી નહીં મળતા ગામ લોકો ને બોર નું ક્ષાર યુક્ત પાણી પીવા મજબુર

હળવદ તાલુકામાં નર્મદાનું પીવાનું પાણી મળી રહે તે માટે પાણી પુરવઠા બોર્ડ દ્વારા હળવદ થી પાઇપલાઇન મારફત ગામડાઓમાં ગ્રામ પંચાયત પાણી પહોંચાડવામાં આવે છે પરંતુ હળવદ તાલુકા ૧૫ જેટલા ગામોમાં ઘણા વર્ષોથી નર્મદાનું પાણી નથી મળતા ગામલોકોને બોરનું ક્ષાર યુક્ત પાણી પીવા માટે મજબૂર થવું પડે છે ત્યારે પાણી પુરવઠા બોર્ડ દ્વારા ગામ લોકોને નર્મદાનું પાણી પહોંચાડી તે ગામ લોકોની માંગ ઉઠવા પામી છે

હળવદ તાલુકામાં પીવાના પાણીની સમસ્યા દર વર્ષે ઉનાળામાં સતાવતી હોય છે હળવદ શહેરમાં પણ પીવાના પાણીનો કાળો કકળાટ જૉવા મળી રહ્યો છે ત્યારે છેવાડાના વિસ્તારોમાં પણ પીવાનુ પાણી નહી ‌મળતુ હોવાની રાવ ઉઠવા પામી છે ત્યારે હળવદ તાલુકાના ગામોમાં નમૅદા નુ પીવાનું પાણી મળી રહે તે માટે ટીકર રોડ ઉપર પાણી પુરવઠા વોટર સપ્લાય દ્વારા પીવાના પાણીની પાઈપલાઈન મારફત ગામડાના લોકોને પીવાનું પાણી શુદ્ધ મળી રહે તે માટે ગ્રામ પંચાયતના આપવામાં આવતું હોય છે ત્યારે હળવદ તાલુકાના ૧૫જેટલા ગામોમાં ઘણા વર્ષોથીનર્મદાનું પાણી નહીં મળતા ગામલોકોને બોરનું ક્ષાર યુક્ત પાણી પીવા માટે મજબૂર થવું પડે છે આ અંગે રાણેકપર ગામના રાજુભાઈ ઉડેચા . ચુપણી ગામના હરેશભાઈ મકવાણા જણાવ્યું હતું કે અમો ઘણા વર્ષોથી ગ્રામ પંચાયતનો બોરનું પાણી પીવે છે જેના કારણે અમારે ગામમાં પથરીઅને ચામડીના રોગ ની બીમારી થી ગામલોકો સપડાય છે ત્યારે પાણી પુરવઠા દ્વારા સત્વરે નર્મદાનું પાણી મળે રહે તેવી વ્યવસ્થા કરે તેવી ગામ લોકોની માંગ ઉઠવા પામી છે

કયા ગામમાં નમૅદા નુ પાણી નથી મળતું

ચંદ્રગઢ. બુટવડા .રણમલપુર મંગળપુર .ઘણાદ .ધુળકોટ. ડુંગરપુર. માણેકવાડા .રાતાભેર. ચુંપણી. વાકીયા.રાયધ્રા માથક.સુદરીભવાની.સરભંડાસહિતના ૧૫ જેટલા ગામોમાં નર્મદાનું પીવાનું પાણી નથી મળતું

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!