ડભોઇ ગુડમોર્નિંગ ગ્રુપ ના સભ્યો દ્વારા નર્મદા મૈયા ની પરિક્રમા કરવામાં આવી

ડભોઇ ગુડમોર્નિંગ ગ્રુપ ના સભ્યો દ્વારા નર્મદા મૈયા ની પરિક્રમા કરવામાં આવી
આજરોજ ડભોઇ ગૂડમોર્નિંગ ગ્રુપના સભ્યો નર્મદા જિલ્લાના રામપુરા સ્થિત રણછોડજી મંદિરના દર્શન કરી ઉત્તર વાહીની નર્મદા મૈયાની પરિક્રમા કરી હતી. હિંદુ માન્યતા અનુસાર ચૈતરમાસમાં ઉતારવાહીની માં નર્મદાની પરિક્રમા કરવાથી મોક્ષ પ્રાપ્તિ થાય છે.છેલ્લા બે વર્ષથી કોરોના ના કારણે બંધ રહેલ પરિક્રમા શરૂ થતાં આ વર્ષે ખૂબ મોટીસંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમામાં જોડાયા હતા.સ્થાનિક ધાર્મિક સંસ્થાઓ અને સામાજિક સંસ્થા ઘ્વારા પરિક્રમા વાસીઓની ખૂબ સેવા કરવામાં આવી રહી છે.ગુજરાત રાજ્ય સહિત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પણ ખૂબ મોટી સંખ્યામાં પરિક્રમા વાસીઓ પરિક્રમા માટે આવી રહ્યા છે.ડભોઇ થી ગૂડમોર્નિંગ ગ્રુપના જૈમીનભાઈ પટેલ,સુરેશભાઈ પટેલ,હિરેન શાહ, સહિત સભ્યો જોડાયા હતા.સાથે જ પરિક્રમામાં ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા ધર્મપત્ની મીનાબેન મહેતા સહિત મહિલા કાર્યકરો પણ ખૂબ મોટી સંખ્યામાં પરિક્રમાં કરતા જોવા મળ્યા હતા.
રીપોર્ટ:- ચિરાગ તમાકુવાલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756