ખેડબ્રહ્મા: ભીમસેના ખેડબ્રહ્મા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

ખેડબ્રહ્મા: ભીમસેના ખેડબ્રહ્મા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ની પાલનપુર સરકિટ હાઉસમાંથી મધરાત્રે આસામ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી
આ ધરપકડ બાદ રાજ્યમાં રાજકીય તેમજ સામાજિક સંગઠનો દ્વારા અનેક સવાલો ઉઠાવ્યા હતા અને હાલમાં વિવિધ જિલ્લા અને તાલુકા મથકે દલિત સમાજ દ્વારા આવેદનપત્ર આપીને રાજ્ય સરકાર સમક્ષ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ની ધરપકડ સામે રક્ષણની જોગવાઇઓ અને વિશિષ્ટ અધિકારો જે ધારાસભ્ય તરીકે પ્રાપ્ત થયા છે તેનો પણ ભંગ થયો છે
આસામ પોલીસ દ્વારા કરાયેલી ધરપકડને મુદ્દે દલિત અધિકાર મંચ ના કિરીટ રાઠોડ દ્વારા
માનવ અધિકાર ભંગની પિટિશન દાખલ કરવામાં આવી છે
સાથે
રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે ગુજરાત અને આસામ સરકારને નોટિસ આપી ૩૦ દિવસમાં બનાવ વિશેનો અહેવાલ પણ મંગાવેલ છે.
જો ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ને જલ્દી રિહા કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.
તેવું ખેડબ્રહ્મા ભીમસેના દ્વારા આવેદનપત્ર આપી અને જણાવવામાં આવ્યું હતું.
રિપોર્ટ:ધીરુભાઈ ખેડબ્રહ્મા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756