સરહદી વિસ્તાર વાગડ ની ઓચિંતી મુલાકાત લેતાં પૂર્વ કચ્છ પોલીસ વડા

સરહદી વિસ્તાર વાગડ ની ઓચિંતી મુલાકાત લેતાં પૂર્વ કચ્છ પોલીસ વડા
રાપર રાજય નો સૌથી વધુ વિસ્તારય ધરાવતા વાગડ વિસ્તારના રાપર તાલુકાના સરહદી વિસ્તાર ની મુલાકાત પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડીયા એ આજે ઓચિંતી લીધી હતી અને તમામ પોલીસ મથક ની મુલાકાત લીધી હતી જેમાં ખડીર ના ગઢડા પોલીસ મથકે તેમજ બાલાસર પોલીસ મથકે વહેલી સવારે મુલાકાત લીધી હતી અને સરહદી વિસ્તાર ના આ બન્ને પોલીસ મથકે થી જાત માહિતી મેળવી હતી અને સરહદી વિસ્તાર મા સુરક્ષા વ્યવસ્થા સધન બનાવવા માટે તેમજ પોલીસ પેટ્રોલીંગ વધારવા માટે સુચન કર્યું હતું ઉપરાંત પોલીસ મથક ના દફ્તર ની મુલાકાત લીધી હતી અને પોલીસ કર્મચારીઓ ના પ્રશ્નો સાંભળ્યા હતા તો રાપર ખાતે પોલીસ મથક ની સર પ્રાઈસ મુલાકાત દરમિયાન પોલીસ પરેડ તેમજ કાયદો અને વ્યવસ્થા અંગે ચર્ચા કરી હતી તેમજ જરૂરી સ્ટાફ વધારવા માટે હૈયાધારણ આપી હતી
રાપર બાદ પ્રવેશ દ્વાર આડેસર પોલીસ મથક ની મુલાકાત લીધી હતી અને પોલીસ સ્ટેશન ની મુલાકાત દરમિયાન પોલીસ કર્મચારીઓ માટે જે જમવા ની મેસ ચાલુ છે તે સ્થળ જમી ને પોલીસ કર્મચારીઓ માટે બનાવવામાં આવતા ભોજન લઈ જાત માહિતી મેળવી હતી
તો ખડીર ખાતે પોલીસ મથકે બનાવવા મા આવેલ ચા ની ચુસ્કી કર્મચારીઓ સાથે લીધી હતી આમ પૂર્વ કચ્છ ના પોલીસ વડા મહેન્દ્ર બગડીયા એક નાના કર્મચારીઓ ના જાતે પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી અને કોઈ મુશ્કેલી હોય તો રજૂઆત કરવા માટે જણાવ્યું હતું આદર્શ અને સાદાઈથી સોભતા પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડીયા ની નિમણૂક બાદ પૂર્વ કચ્છ પોલીસ વિભાગમાં કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ મા સુધારો થતો જોવા મળે છે આજ ની પૂર્વ કચ્છ પોલીસ વડા ની મુલાકાત સમયે ખડીર અને બાલાસર પીએસઆઇ ડી. આર. ગઢવી રાપર પોલીસ ઈન્સ્પેક્ટર એમ એન રાણા પીએસઆઇ જીજી જાડેજા આડેસર પીએસઆઇ બી. જી રાવલ સહિત નો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા આગામી દિવસોમાં વાગડ વિસ્તારમાં સરહદી વિસ્તાર ના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ અને લોકો વચ્ચે સુમેળ સાધી કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ બનાવવા માટે હામ ભીડી હતી
રિપોર્ટ ભારતી માખીજાણી કચ્છ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756