વિસાવદર : વીરપુરના ચકચારી મર્ડર કેસમાં એકને આજીવન કેદની સજા:અન્ય નિર્દોષ વિસાવદર સેસન્સ કોર્ટ

વિસાવદર તાલુકાના વીરપુરના ચકચારી મર્ડર કેસમાં એકને આજીવન કેદની સજા:અન્ય નિર્દોષ વિસાવદર સેસન્સ કોર્ટ
વિસાવદર તા.વિસાવદર સેસન્સ કોર્ટ આજરોજ સને ૨૦૧૫ની સાલમા બનેલ વિસાવદર તાલુકાના વીરપુર ગામના ચકચારી હકુભાઈ દેવરાજભાઈ વોરાના ખૂન કરવા બદલ વીરપુર ગામના મધુભાઈ ફકીરાભાઈ શેખવાને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા તથા એક લાખ રૂપિયા દંડ ભરવાનો હુકમ કરતા ખળભળાટ મચી ગયેલ છે.
નામદાર સેસન્સ જજ પી.એમ.સાયાણી દ્વારા આજરોજ ખુલ્લી અદાલતમાં વિસાવદરમાં પહેલી વાર આજીવનકેદની સજાનો હુકમ કરતા ખળભળાટ મચી ગયેલ છે.
આ કેસની વિગત એવા પ્રકારની છે કે સને ૨૦૧૫ની સાલમા ફરિયાદી ભનુભાઈ દેવરાજભાઈ વોરા તથા ગુજરનાર હકુભાઈ પોતાનું મોટર સાયકલ લઈને આવતા હતા ત્યારે ખીજડિયા-થુબાલા રોડ ઉપર બપોરના ૧:૩૦ વાગ્યે બનાવ બનેલ હતો જેમાં આરોપી મધુ ફકીરા સહિતના ૧૩ થી ૧૪ વ્યક્તિઓએ અગાવના મનદુઃખ ના કારણે એક બીજાને મદદગારી કરી ઘાતક હથિયારો ધારણ કરી હકકાભાઈ દેવરાજભાઈ ને જીવલેણ ઇજાઓ કરી મોત નિપજાવેલ હતું આ કેસ પ્રથમ સેસન્સ કોર્ટ જૂનાગઢમાં ચાલતો હતો ત્યારબાદ વિસાવદર કોર્ટમાં એડિશનલ કોર્ટ આવતા કેસ વિસાવદર કોર્ટમાં આવેલ જેમાં તમામ પુરાવા દલીલો દયાને લઈ નામદાર સેસન્સ જજ પી..એમ.સાયાણીસાહેબે ઉપરોક્ત ચુકાદો આપેલ છે જ્યારે અન્ય તમામ આરોપીને નિર્દોષ છોડી મુકવા આદેશ કરેલો છે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756