રાજકોટ માં દેશીદારૂની ભઠ્ઠી, ભઠ્ઠીના સાધનો તથા દેશીદારૂનો જથ્થો પકડી પાડતી LCB ઝોન-૧ ટીમ

રાજકોટ માં દેશીદારૂની ભઠ્ઠી, ભઠ્ઠીના સાધનો તથા દેશીદારૂનો જથ્થો પકડી પાડતી LCB ઝોન-૧ ટીમ.
રાજકોટ ના પોલીસ કમીશનરશ્રી ખુર્શીદ અહેમદ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ કમીશનર ઝોન-૧ શ્રી ડો.પાર્થરાજસિંહ ગોહીલ નાઓએ દારૂ/જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે PSI વી.કે.ઝાલા તથા LCB ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કોન્સ. સત્યજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા ની સંયુકત બાતમી આધારે નીચે જણાવેલ ઇસમને આજી-નદીના કાઠે બાવળ ની ઝાડીમાંથી દેશીદારૂની ભઠ્ઠી તથા દેશીદારૂના ભઠ્ઠી ના સાધનો તથા દેશીદારૂના જથ્થા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપી, વિપુલભાઇ મણીભાઇ ઝાલા રહે.નવાથોરાળા વિજયનગર શેરીનં-૫ રાજકોટ. દેશીદારૂ લીટર-૧૦૦ કી.રૂ-૨૦૦૦ દેશીદારૂ બનાવવાનો આથો લીટર-૮૦૦ કી.રૂ-૧૬૦૦ દેશીદારૂ બનાવાની ભઠ્ઠી ના સાધનો કિ.રૂ-૧૨૨૦ કુલ મુદ્દામાલ કિ.રૂ-૪૮૨૦ નો મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ હોય.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756