ભરૂચ ખાતે ‘સ્વચ્છતા અભિયાન’માં શ્રમદાન કરીને સહભાગી થતા માર્ગ અને મકાન મંત્રી

ભરૂચ ખાતે ‘સ્વચ્છતા અભિયાન’માં શ્રમદાન કરીને સહભાગી થતા માર્ગ અને મકાન મંત્રી
Spread the love

ભરૂચ ખાતે ‘સ્વચ્છતા અભિયાન’માં શ્રમદાન કરીને સહભાગી થતા માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઇ મોદી

વડાપ્રધાનશ્રીએ “સ્વચ્છ ભારત અભિયાન”ને જનઆંદોલન બનાવી કરોડો દેશવાસીઓને જાગૃત્ત કર્યા: માર્ગ અને મકાન મંત્રી

ગુજરાત સ્થાપના દિનની ઉજવણીના અવસરે ભરૂચ નગરપાલિકા દ્વારા આયોજિત “સ્વચ્છતા અભિયાન”માં માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદી શ્રમદાન કરીને સહભાગી બન્યા હતા.
ભરૂચના કલેકટર કચેરી રોડ, નર્મદા એપાર્ટમેન્ટની સામે, સંકટ મોચન હનુમાનજી મંદિર પાસે આયોજિત “સ્વચ્છતા અભિયાન” માં નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઇ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ અલ્પાબેન પટેલ, ધારાસભ્ય સર્વશ્રી ઈશ્વરસિંહ પટેલ અને અરૂણસિંહ રણા, જિલ્લા અગ્રણીશ્રી મારૂતિસિંહ અટોદરીયા, નગરપાલિકાના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા, ઉપપ્રમુખ શ્રીમતિ નીનાબા યાદવ, નગરપાલિકા સદસ્યો, જિલ્લાના પદાધિકારીઓ, અગ્રણીઓ સ્વચ્છતા અભિયાનના શ્રમદાન કાર્યક્રમમાં જોડાયા હતા.
આ વેળાએ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીએ ગુજરાત સ્થાપના દિન નિમિત્તે ગુજરાતની પ્રજાજનોને ગુજરાત ગૌરવ દિવસની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદી પછીનું સામાજિક ક્રાંતિનું મોટામાં મોટું કદમ “સ્વચ્છ ભારત અભિયાન” તેમની પ્રથમ ટર્મથી જ શરૂ કર્યું અને તેને જનઆંદોલન બનાવી કરોડો દેશવાસીઓને જાગૃત્ત કર્યા. સમગ્ર દેશ અને ખાસ કરીને ગુજરાત માટે ગૌરવની બાબત છે કે દેશના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ એક ગુજરાતી તરીકે દેશને પ્રગતિના પંથે આગળ લઈ જવા સતત કાર્યરત છે. “સ્વચ્છતા ત્યાં પ્રભુતા”ના મંત્રને સાકાર કરવા સ્વચ્છતા અભિયાનમાં સૌ સહયોગ આપે, સ્વચ્છ ભરૂચનું નિર્માણ કરે અને ભરૂચ શહેરને પ્રગતિના માર્ગે અગ્રેસર કરી રાજ્યની વિકાસયાત્રામાં સહભાગી બને તેવો અનુરોધ કર્યો હતો.

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!