પેજ 3 મેગેઝિન દ્વારા ધર્મેશ પટેલને ‘ગુજરાતનો ગૌરવશાળી દીકરો’ એવોર્ડ એનાયત

પેજ 3 મેગેઝિન દ્વારા ધર્મેશ પટેલને ‘ગુજરાતનો ગૌરવશાળી દીકરો’ એવોર્ડ એનાયત
(ધર્મેશ પટેલે સન્માન સાથે ઓલપાડ તાલુકાનાં ભાંડુત ગામનું નામ રોશન કર્યું)
સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં ભાંડુત ગામનાં વતની અને પ્રાથમિક શાળા, કોબાનાં આચાર્ય તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્રકુમાર મગનભાઈ પટેલ સમાજમાં એક જાગૃત વ્યક્તિ તરીકે રાષ્ટ્ર પ્રત્યેની ફરજો બજાવી ગુજરાતનાં ગૌરવશાળી દીકરા સ્વરૂપે પસંદગી પામી ઓલપાડ તાલુકા સહિત સમગ્ર જિલ્લાનું નામ રોશન કરેલ છે.
તેમણે ગત કોરોનાકાળથી લઇ આજદિન સુધી આબાલવૃદ્ધ સૌને સ્વાસ્થ્યની સુટેવો તરફ લઈ જતા એક નવા માર્ગ પર ચાલવાની રાહ ચીંધી. માત્ર નિજ લાભ ન જોતા સમસ્ત જિલ્લાની યુવા પેઢી અને વિદ્યાર્થીઓ સમક્ષ એક દાખલો બેસાડયો. માત્ર 13 યુવા શિક્ષક અને મિત્રો મળી આરંભેલી આ ગાથા અવિરત વહેતી રહી છે.
દોડ, સાયકલિંગ, યોગ, સ્વીમીંગ , પર્વતારોહણ , ધાર્મિક જાગૃતિ માટે સભાઓ, અને વૃક્ષારોપણ જેવી સમાજ ઉપયોગી અનેકવિધ પ્રવૃત્તિઓ તેમણે હાથ ધરી. સો ઉપરાંત ઇવેન્ટમાં વર્ચ્યુઅલ ભાગ લીધો તેમજ છેક કચ્છથી લઈ દમણનાં દરિયાકિનારાનાં વિસ્તારને આવરી લેતી જુદી-જુદી મેરેથોન પણ કરી. શાળા કક્ષાએ અને જિલ્લા઼માં ઇકો ક્લબનું નિર્માણ કરી પર્યાવરણને લગતી તાલીમો જિલ્લા કક્ષાએ 300 શિક્ષકોને આપી ગો ગ્રીન ઝુંબેશને વેગવંતી બનાવી. જન્મદિવસે કેક કાપવા સાથે એક બાળક એક વૃક્ષ વાવી તેનું વર્ષભર જતન કરે એવી પ્રવૃત્તિ આપી. પક્ષી સંવર્ધન માટે માળા નિર્માણ કરાવડાવ્યું. દરરોજની એક ક્રાફટ પ્રવૃત્તિ બાળકો સાથે કરવી અને એ વીડિયો સોશિયલ મીડિયાનાં માધ્યમથી અન્યોને પહોંચાડવા જેવી પ્રવૃત્તિઓમાં પણ તેઓ સક્રિય છે.
તેમની આ ઇનોવેટિવ એક્ટિવિટીને ધ્યાને લેતાં ગુજરાતદિન નિમિત્તે આ એવોર્ડ જાણીતા ટીવી સિરિયલ અને ફિલ્મી કલાકાર સંગીતા જોશીનાં વરદ હસ્તે આ ગૌરવશાળી એવોર્ડ ધર્મેશ પટેલને પ્રાપ્ત થયો હતો. પહેલીવારનાં આ એવોર્ડનું સન્માન તેમણે તેમનાં માતા-પિતાને અર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે મારું જે સ્વપ્ન હતું કે જયારે પણ હું મોટા સ્ટેજ પર જઈશ ત્યારે જે પ્રથમ એવોર્ડ પ્રાપ્ત કરીશ તેનાં સાચા હકદાર મારા માતા પિતા હશે. આ ઉત્સાહી શિક્ષકની સિદ્ધિ બદલ તાલુકાનાં બી.આર.સી. કૉ-ઓર્ડીનેટર કિરીટ પટેલ તથા ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવ પટેલે અભિનંદન પાઠવ્યા હતાં. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756