શ્રી પરશુરામ જન્મોત્સવની શોભાયાત્રાને પ્રસ્થાન કરાવતા મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદી

ભરૂચ ખાતે સમસ્ત બ્રહમ સમાજ આયોજિત શ્રી પરશુરામ જન્મોત્સવની શોભાયાત્રાને પ્રસ્થાન કરાવતા મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદી
શ્રી પરશુરામ ભગવાનની જયંતિની ઉજવણીના ભાગરૂપે શ્રી સમસ્ત ગુજરાત બ્રહમ સમાજ- ભરૂચ, શ્રી સમસ્ત બ્રાહમણ સમાજ મહિલા પાંખ અને બ્રાહમણ યુવા પાંખ આયોજિત શ્રી પરશુરામ જન્મોત્સવ શોભાયાત્રાને હોસ્ટેલ ગ્રાઉન્ડખાતેથી માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડૃયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીએ પ્રસ્થાન કરાવેલ હતી. આ અવસરે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઇ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીમતિ અલ્પાબેન પટેલ, અંકલેશ્વર- હાંસોટના ધારાસભ્યશ્રી ઇશ્વરસિંહ પટેલ, વાગરાના ધારાસભ્યશ્રી અરૂણસિંહ રણા, પૂર્વ સાંસદશ્રી ભારતસિંહ પરમાર, જિલ્લા આગેવાનશ્રી મારૂતિસિંહ અટોદરીયા, નગરપાલિકાના પ્રમુખશ્રી અમીતભાઇ ચાવડા, બ્રહમ સમાજના આગેવાનશ્રી બિપિનભાઇ પટેલ, ડૉ. દિનેશ પંડ્યા, ભરૂચ-અંકલેશ્વરના બ્રહમ સમાજના આગેવાનો, જિલ્લાના આગેવાન પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. શ્રી પરશુરામ જન્મોત્સવ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી હતી જેમાં મોટી સંખ્યામાં બ્રહમસમાજના આગેવાનો, યુવાનો, બહેનો જોડાયા હતા.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756