સુરતથી અંબાજી જતી બસમાંથી નર્મદા મૈયા બ્રિજ નજીકથી ધુમાડા નીકળ્યા

સુરતથી અંબાજી જતી બસમાંથી નર્મદા મૈયા બ્રિજ નજીકથી ધુમાડા નીકળ્યા
પોલીસ અને ફાયર બ્રિગેડની સ્થળ પર પહોંચી
સુરતથી 65 જેટલા શ્રદ્ધાળુઓ અને મુસાફરોને લઈ અંબાજી જતી સ્લીપર ST બસ નર્મદા મૈયા બ્રિજ નજીકથી પસાર થતા બસ નીચેથી ધુમાડાના ગોટે ગોટા નીકળવાના શરૂ થઈ ગયા હતા. બસ ચાલકને બસ નીચેથી ધુમાડા નીકળતા હોવાની જાણ થતાં તુરંત જ બસ બ્રિજ પેહલા બ્રેક મારી થોભાવી દેવામાં આવી હતી. જેને કારણે દુર્ઘટના ટળી હતી.
દોડતી બસ નીચેથી ધુમાડાએ દેખા દેવાની ઘટનામાં કેટલાક સુતેલા સહિત જાગતા મુસાફરોમાં બુમરાણ મચી ગઇ હતી. મધરાતે ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ નજીકનો વિસ્તાર શ્રદ્ધાળુઓની બુમોથી ગુંજી ઉઠ્યો હતો. બસ જેવી જ અટકાવતા મુસાફરો તેમનો સર સામાન લઈ સલામત બસમાંથી બ્રિજ ઉપર નીકળી ગયા હતા.
આ ઘટનાની જાણ પોલીસ અને ફાયર બ્રિગેડને કરાતા તેઓ પણ ગંભીર સ્થિતિને ધ્યાને લઇ બચાવ માટે સ્થળ પર દોડી આવ્યા હતા. જુના બોરભાથા બેટ ગામના યુવાનો અને સામાજિક કાર્યકરોએ વૃદ્ધઓ, મહિલાઓ, બાળકોને ધુમાડા નીકળતી બસમાંથી મુસાફરોને બહાર કાઢવા મદદ કરી હતી.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરો ચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756