મોરબી – માળિયા હાઈવે પર અકસ્માત : ઈકો કારમાં લાગી ભીષણ આગ 2 ના મોત

મોરબી થી માળિયા તરફ નેશનલ હાઈવે રોડ પંચવટી ગામના પાટિયા નજીક ટ્રકમાં કાર ચાલકે ભટકાડી દેતા કારમાં આગ લાગી જતા કારમાં બેઠેલ બે યુવાનોના મૃત્યુ નીપજ્યા હતા જે મામલે માળિયા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
મળતી માહિતી રાજકોટના કાલાવડ રોડ રહેતા અતુલભાઈ જગદીશભાઈ શર્મા એ માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ઇકો કાર ચાલક ગોપાલભાઈ મગનભાઈ રામાનુજ એ પોતાની ઇકો કાર જીજે ૦૩ એલબી ૪૩૮૦ પુર ઝડપે ચલાવીને મોરબી થી માળિયા તરફ નેશનલ હાઈવે પર પંચવટી ગામના પાટિયા નજીક આગળ જતા અજાણ્યા ટ્રકના ઠાઠામાં ભટકાડી પોતાને જમણા પગમાં ગોળના ભાગે તેમજ ફરિયાદી અતુલભાઈ શર્માને જમના ખંભામાં ફેકચર જેવી ઈજા કરી ઇક્કો ગાડીમાં અકસ્માતના કારણે આગ લાગી જતા ફરિયાદી અતુલભાઈ તથા આરોપી ગોપાલભાઈ રામાનુજ ગાડીમાં સુતેલ સાહેદ સંતોષભાઈ રમેન્દ્રસિંગ પરમાર (ઉ.૨૪) તથા દિવાકરભાઈ સોરણસિંગ ચૌહાણ (ઉ.૨૮) બંને રહે રાજકોટ ઇક્કો ગાડીમાંથી બહાર કાઢવા કોશિશ કરતા ભયાનક આગ લાગતા ગાડી સળગી જતા સંતોષભાઈ અને દિવાકરભાઈનું મૃત્યુ નીપજ્યું હોવાની ફરિયાદ નોંધાવી છે તો માળિયા પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે
રીપોર્ટ :- જનક રાજા, મોરબી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756