પત્રકાર એકતા પરિષદ ના અગ્રણીઓ સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ના દર્શને પધાર્યા

પત્રકાર એકતા પરિષદ ના અગ્રણીઓ સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ના દર્શને પધાર્યા
પ્રાચી તીર્થ ના સુવિખ્યાત મોક્ષ પીપળે પૂજા- અર્ચના કરતા પત્રકાર એકતા પરિષદ ના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા અને પ્રદેશ પ્રભારી ગૌરાંગભાઈ પંડ્યા…
પ્રાચી તીર્થ.. કહેવાય છે કે સો વાર કાશી અને એકવાર પ્રાચી ખાતે આજે પત્રકાર એકતા પરિષદ પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા, પ્રદેશ પ્રભારી ગૌરવભાઈ પંડ્યા, પ્રદેશ આઈ.ટી.સેલ સમીરભાઈ બાવાણી, ઝોન- 3 નાં સહ પ્રભારી અમિતભાઈ પરમાર,ઝોન- 9 ના પ્રભારી ભરતસિંહ રાઠોડ, ઝોન- 9 નાં સહ પ્રભારી દિનેશભાઈ કલાલ સહિત ના અગ્રણીઓ પ્રાચી તીર્થ ના સુવિખ્યાત મોક્ષ પીપળા ના દર્શનાર્થે પધાર્યા હતા.
આ તકે અમારા પ્રતિનિધિ શૈલેષભાઈ વાળા તથા પત્રકાર જાદવભાઈ ચુડાસમા ની પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી.
સૌ પ્રથમ મોક્ષ પીપળે પૂજા -અર્ચના કરી મોક્ષ પીપળે પાણી રેડી યથાશક્તિ દાન-દક્ષિણા બ્રાહ્મણને આપી તેમજ પૂર્વ વાહિની સરસ્વતી નદી અંદર જાંબુડા નીચે બિરાજમાન શ્રી માધવરાયજી તથા લક્ષ્મીજી ના દર્શન કરી તથા સરસ્વતી ઘાટ ઉપર બિરાજતા છ- છ પૌરાણિક શિવ મંદિરો ના પણ દર્શન કરી ખુબ જ શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરી ને ધન્યતા અનુભવી હતી..
રિપોર્ટ : શૈલેષ વાળા પ્રાચી ગીર સોમનાથ..
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756