બુદ્ધ પૂર્ણિમાનું ઇતિહાસની દ્રષ્ટિએ મહત્વ

અણ ઉકેલ્યો ઇતિહાસ
બુદ્ધ પૂર્ણિમાનું ઇતિહાસની દ્રષ્ટિએ મહત્વ
બુદ્ધ પૂર્ણિમા એટલે વિશ્વમાં સમતા,માનવતા અને બંધુતા ઉદય કરનારા ગૌતમ બુદ્ધના મહાત્મયનો દિવસ
બોધિવૃક્ષ નીચે જ્ઞાનોદય થયા પછી સિદ્ધાર્થ સંસારમાં ભગવાન બુદ્ધ તરીકે ખ્યાતિ પામ્યા
ભારતમાં ધાર્મિક અને સાંસ્કૃતિક માન્યતાઓ મુજબ વૈશાખ માસ પવિત્ર ગણવામાં આવે છે. વૈશાખ શુક્લ પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા અને પીપળ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન બુદ્ધની જયંતી અને નિર્વાણ દિવસ ખુબ જ ધૂમ-ધામથી મનાવવામાં આવે છે. વૈશાખ શુક્લ પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા અને પીપળ પૂર્ણિમા કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન બુદ્ધની જયંતી અને નિર્વાણ દિવસ ધામધૂમથી મનાવવામાં આવે છે. આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા ૧૬ મે ને સોમવારના દિવસે એટલે કે આજે છે. આ તહેવાર સમગ્ર વિશ્વના બૌદ્ધો તેમજ બુદ્ધ ધર્મનું આચરણ કરનાર ખૂબ આદર અને આસ્થાથી ઉજવણી કરવામાં છે.
ગૌતમ બુદ્ધને શાક્યમુનિ તરીકે પણ ઓળખવામાં આવે છે. બૌદ્ધ ધર્મની માન્યતા અનુસાર જે દિવસે ભગવાન બુદ્ધનો જન્મ થયો તે દિવસે વૈશાખી પૂર્ણિમા હતી. તેમજ તેમને જ્ઞાન પ્રાપ્તિ પણ આજના દિવસે થઇ હતી. અને ઉત્તરપ્રદેશના કુશીનગરમાં પાવાપુરી નામક સ્થાન પર ૮૦ વર્ષની અવસ્થામાં ઇ.પૂ. ૪૮૩માં વૈશાખની પૂર્ણિમાના દિવસે મહાનિર્વાણ પ્રાપ્ત થયો હોવાનું કહેવાય છે. બુદ્ધનો જન્મ, જ્ઞાન પ્રાપ્તિ અને નિર્વાણ પૂર્ણિમાની તિથીએ જ થયું હોવાથી મહાત્મા બુદ્ધના જીવનમાં પૂનમનું ઘણું મહત્વ રહ્યું છે.બુદ્ધ પૂર્ણિમા ભારત ઉપરાંત દુનિયાના ઘણા દેશોમાં હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે.વિદેશમાં પણ ભારતના આ ધર્મએ સાંસ્કૃતિક પ્રભાવ પ્રેમ અને ભાઈચારનો સંદેશ પાઠવ્યો છે. શ્રીલંકા, કંબોડિયા, વિયેતનામ, ચીન, નેપાળ, થાઇલેન્ડ, મલેશિયા, મ્યાન્માર, ઇન્ડોનેશિયા જેવા દેશ સામેલ છે. શ્રીલંકામાં આ દિવસને ‘વેસાક’ નામથી ઉજવવામાં આવે છે.શ્રીલંકામાં તો ખૂબ ધામધૂમ થી આ તહેવાર ઊજવવાની પરંપરા રહી છે. આ દિવસે બૌદ્ધ અનૂયાયીઓ બૌદ્ધ વિહાર, અને મઠોમાં ભેગા થઇ ઉપાસના અને દીપ પ્રાગટ્ય કરી બુદ્ધની શિક્ષાઓનું અનુસરણ કરવાનો સંકલ્પ લેવામાં આવે છે.વૈશાખ પૂર્ણિમાને ભગવાન બુદ્ધના જીવન સાથે જોડાયેલી ત્રણ અહમ વાતો-બુદ્ધનો જન્મ, બુદ્ધને જ્ઞાનની પ્રાપ્તિ અને બુદ્ધના નિર્વાણના કારણે પણ વિશેષ તિથિ પણ માનવામાં આવે છે.બોધિવૃક્ષ નીચે જ્ઞાનોદય થયા પછી સિદ્ધાર્થ સંસારમાં ભગવાન બુદ્ધ તરીકે ખ્યાતિ પામ્યા. આ દિવસ વૈશાખી પૂર્ણિમાનો હતો. આથી આ તિથીને બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખાય છે. આ ઉપરાંત એમ પણ કહેવાય છે કે જે દિવસે બુદ્ધનો જન્મ થયો તે દિવસે પણ વૈશાખી પૂર્ણિમા હતી. ભગવાન બુદ્ધના જીવનમાં પૂનમનું ઘણું મહત્વ રહ્યું છે. બુદ્ધનો જન્મ, જ્ઞાન પ્રાપ્તિ અને નિર્વાણ પૂર્ણિમાની તિથીએ જ થયું હોવાથી બૌદ્ધ પૂર્ણિમાનું ધાર્મિક મહત્વ ઘણું વધી જાય છે. ગૌતમ બુદ્ધે જીવન આધ્યાત્મિક ચિંતન અને બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર અર્થે સર્મિપત કરી દીધા હતા. ગૌતમ બુદ્ધને શાક્યમુનિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગૌતમ બુદ્ધિનો જન્મ ક્યાં થયો એ બાબતે અનેક માન્યતાઓ હતી પણ ભારતે ગૌતમ બુદ્ધના જન્મસ્થળને લઈને ઊભા થયેલા વિવાદને ફગાવતા વિદેશ મંત્રી એસ.જયશંકરનીએ ટિપ્પણી ‘આપણો સંયુક્ત બૌદ્ધ વારસો’ અંગે હતી અને તેમાં કોઈ શંકા નથી કે બૌદ્ધ ધર્મના સંસ્થાપકનો જન્મ નેપાળના લુમ્બિનીમાં થયો હતો. ગૌતમ બુદ્ધે ચાર સૂત્ર આપ્યા છે જેને ચાર આર્ય સત્ય ના નામે ઓળખવામાં આવે છે. પહેલું દુ:ખ છે બીજુ
દુ:ખનું કારણ ત્રીજુ દુ:ખનું નિદાન અને ચોથું માર્ગ એ છે જેનાથી દુ:ખનું નિવારણ થાય છે. ભગવાન બુદ્ધના અષ્ટાંગ માર્ગ એ માધ્યમ છે. જે દુ:ખના નિદાનનો માર્ગ બતાવે છે. તેમનો આ અષ્ટાગિંક માર્ગ જ્ઞાન, સંકલ્પ, વચન, કર્મ, આજીવ, વ્યાયામ, સ્મૃતિ અને સમાધિના સંદર્ભમાં સમ્યકતાથી સાક્ષાત્કાર કરાવે છે.
વૈશાખ પૂર્ણિમાને ભગવાન બુદ્ધના જીવન સાથે જોડાયેલી ત્રણ અહમ વાતો-બુદ્ધનો જન્મ, બુદ્ધને જ્ઞાનની પ્રાપ્તિ અને બુદ્ધના નિર્વાણના કારણે પણ વિશેષ તિથિ પણ માનવામાં આવે છે.
ગૌતમ બુદ્ધે મનુષ્યોના ઘણા દુ:ખોનું કારણ તેમના સ્વંયના અજ્ઞાન અને મિથ્યા દ્રષ્ટિને બતાવ્યા છે. મહાત્મા બુદ્ધે પહેલીવાર સારનાથમાં પ્રવચન આપ્યું હતું. તેમનો પ્રથમ ઉપદેશ જે એમણે અષાઢ પૂર્ણિમાના દિવસે પાંચ ભિક્ષુઓને આપ્યો હતો. આ રીતે શરૂઆત થઇ એક મહાન વિચારધારા અને એક ધમ્મં માર્ગ. ગુજરાતમાં ભગવાન બુદ્ધનો અમૂલ્યા વારસો છે. કારણ કે, ભગવાન બુદ્ધનાં અસ્થિ માત્ર ગુજરાત પાસે છે. ભગવાન બુદ્ધના ઉપદેશોને ૧૪ આજ્ઞારુપે શિલામાં કોતરાવ્યા હતા. તે સમગ્ર ભારતમાં ગિરનારમાં મળતા શિલાલેખમાં જોવા મળે છે. કોઈ પણ પ્રકારના લિંગ કે જાતિ અને ઉચ્ચનીચના ભેદભાવ વિના સર્વ વર્ગના લોકોએ મહાત્મા બુદ્ધની શરણ લીધી અને તેમના ઉપદેશોનું અનુસરણ કર્યું. કેટલાક દિવસોમાં પૂર્ણ ભારતમાં ‘બુદ્ધ શરણ ગચ્છામિ, ધમ્મ શરણ ગચ્છામિ, સંઘ શરણમ્ ગચ્છામિ’ નો જયઘોષ ગૂંજવા લાગ્યો. તેમણે કહ્યું કે માત્ર માંસ ખાનર અપવિત્ર નથી હોતો પરંતુ ક્રોધ, વ્યભિચાર, છળ, કપટ, ઇર્ષા અને બીજાની નિંદા પણ માણસને અપવિત્ર બનાવે છે. મનની શુદ્ધતા માટે પવિત્ર જીવન વિતાવવું જરૂરી છે. ૨૦મી સદી પહેલા બુદ્ધ પૂર્ણિમાને બૌદ્ધ અવકાશનો સત્તાવાર દરજ્જો ન હતો. ૧૯૫૦માં શ્રીલંકા ખાતે બૌદ્ધ ધર્મની ચર્ચા કરવા માટે વિશ્વ બૌદ્ધ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ બુદ્ધ પૂર્ણિમાને સત્તાવાર અવકાશ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભગવાન બુદ્ધના જન્મદિવસના માનમાં બુદ્ધ પૂર્ણિમા તહેવારની ઉજવણી કરવામાં આવે છે. બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે સૂર્યોદય બાદ મઠો અને ધાર્મિક સ્થળોએ બૌદ્ધ ધ્વજ પતાકા લહેરાવવામાં આવે છે. આધુનિક બૌદ્ધ ધ્વજની શોધ શ્રીલંકાએ કરી છે.ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો મૌર્ય યુગથી થયેલો છે. છે. બુદ્ધે અહિંસા અને પ્રેમનો સંદેશ ફેલાવ્યો હતો. સૌરાષ્ટ્ર પ્રાંતમાં પ્રાચીન સમયનાં અનેક બૌદ્ધ સ્મારકો આવેલાં છે. બુદ્ધનાં અસ્થિ પણ માત્ર ગુજરાત પાસે છે. બીજે ક્યાંય ઉપલબ્ધ નથી.બુદ્ધ જયંતિ, બુદ્ધ પૂર્ણિમા અને બુદ્ધ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે ભારતમાં જ નહિ પણ સમગ્ર વિશ્વમાં બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે આ બુદ્ધ ને કોટિ કોટિ વંદન સાથે ઐતિહાસિક લેખ પ્રસ્તુત છે. આજના સમયમાં ખરેખર યુદ્ધ નહિ પણ બુદ્ધ ની જરૂરિયાત છે. સૌ બુદ્ધના સમતા, માનવતા અને બંધુતાના સંદેશનું અનુચરણ કરીએ……….. બુદ્ધમ શરણમ ગચ્છામિ
રાજેશ સોલંકી
(લેખક,ચિંતક,ઇતિહાસવિદ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756