બાગાયત યોજનાકીય સહાયનો લાભ મેળવ્યો હોય તેવા ખેડુતોએ આગામી તા.૮ જૂન સુધીમાં સાધનિક પુરાવાઓ રજૂ કરવા

બાગાયત યોજનાકીય સહાયનો લાભ મેળવ્યો હોય તેવા ખેડુતોએ આગામી તા.૮ જૂન સુધીમાં સાધનિક પુરાવાઓ રજૂ કરવા
Spread the love

બાગાયત યોજનાકીય સહાયનો લાભ મેળવ્યો હોય તેવા ખેડુતોએ આગામી તા.૮ જૂન સુધીમાં સાધનિક પુરાવાઓ રજૂ કરવા

અમરેલી, તા.૧૮ મે, ૨૦૨૨ બુધવાર (વિ. સં. ૨૦૭૮ વૈશાખ વદ ૨) ખેડુતો માટે બાગાયત શાખાઓની વિવિધ યોજનાઓ અમલી છે. આ વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે જે ખેડૂતોએ ikhedut પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ કરી હોય તેમને આગામી તા.૦૮/૦૬/૨૦૨૨ સુધીમાં બાગાયત ભવન, સરદાર ચોક, ચક્કરગઢ રોડ, અમરેલી ખાતે આ અરજીઓ જરૂરી દસ્તાવેજ અને આધાર પુરાવાઓ સાથે પહોંચતી કરવી. આ અરજીઓ મળ્યા બાદ બાગાયત કચેરી દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે આથી દરેક ખેડૂતોને ફળઝાડ વાવેતર ઘટકમાં સહાય મેળવી હોય તેમણે બીજા- ત્રીજા વર્ષ માટે સહાયની અરજી સાધનીક કાગળો સાથે કચેરીને વિગતો પૂરી પાડવા સહકાર આપવા નાયબ બાગાયત અધિકારીશ્રીએ અનુરોધ કર્યો છે. ખેડુતોએ વધુ વિગતો અને માહિતી માટે બાગાયત કચેરીના ફોન નં . (૦૨૭૯૨-૨૨૩૮૪૪) પર સંપર્ક કરવો.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

LOKARPAN-@-Official-✍🏻-20220518_013841.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!