કડી માં નાયકનો બંગલો ખાતે વાસ્તુ પુજન અંતર્ગત ઇન્ટરનેશનલ ભવાઈ યોજાઈ

કડી માં નાયકનો બંગલો ખાતે વાસ્તુ પુજન અંતર્ગત ઇન્ટરનેશનલ ભવાઈ યોજાઈ
Spread the love

કડી માં નાયકનો બંગલો ખાતે વાસ્તુ પુજન અંતર્ગત ઇન્ટરનેશનલ ભવાઈ યોજાઈ

કડીમાં આવેલ મહાદેવ વિલા નાયકનો બંગલો ખાતે પાંચ દિવસીય અલગ અલગ કાર્યક્રમો યોજાશે
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી અને મહેમાનો ને સ્વાગત કરવામાં આવ્યું હતું.

કડી માં આવેલ શાકમાર્કેટ પાસે આવેલ નવાપુરા વાસ ખાતે આવેલ મહાદેવ વિલા અને નાયક નો બંગલો ખાતે પાંચ દિવસીય અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજાયા હતા જેમાં તારીખ 21-5-2022 થી 25-5-2022 સુધી કાર્યક્ર્મ ની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં પ્રથમ દિવસે આનંદ નો ગરબો અંબા બહુચર ગરબા મંડળ- કલોલ તથા રાધા કૃષ્ણ મહિલા મંડળ દ્વારા યોજયો હતો અને બીજા દિવસે બટુક ભોજન સાથે રાત્રી દરમિયાન ભજન સંધ્યા એ શક્તિ બાળ મંડળ- કડી, શિવબાઇ માં પરિવાર- ભોયણી, કરણપુર યુવક મંડળ, પાનસર યુવક મંડળ, દ્વારા ભજન કીર્તન કરવામાં આવ્યું હતું.

કડી માં આવેલ સોહજી પાર્ટી પ્લોટ ખાતે ત્રીજા દીવસે ઈન્ટરનેશનલ ભવાઈ યોજાઇ હતી. જેમાં પહેલા ના જમાનામાં લોકો કોઈ કાર્યક્રમ દરમ્યાન ભવાઈ ભજવતા હતા અને મોટી સંખ્યામાં આવા કાર્યક્રમો જોવા માં આવતા હતા પરંતુ અત્યારે જેમ જેમ નવીન સુવિધા ઓ મળી રહેતા આ બધા ભવાઈ રમતાં કલાકારો ઓછા જોવા મળતાં હોય છે ત્યારે આ ઈન્ટરનેશનલ ભવાઈ માં ગુજરાતી નામાંકિત કલાકારો સાથે ઈન્ટરનેશનલ ભવાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સૌ લોકો એ પહેલાં જમાનામાં રમાતી ભવાઈ ભજવવામાં આવતી હતી તેને યાદ કરી ને સૌ લોકો એ આનંદ અનુભ્યો હતો.જેમાં ઇન્ટરનેશનલ ભવાઈ માં અરવિંદ વેગડા, રતનસિંહ વાઘેલા, જયકર ભોજક, વિનય નાયક,અલ્પા જાદુગર, સુખદેવ ગઢવી, બિરલ નાયક, તન્વી ઠાકોર, જુનિયર ગોવિંદા સાથે ભાજપના પ્રદેશ મંત્રી મહિલા મોરચા ગૂજરાત પ્રદેશ પ્રભારી શ્રદ્ધાબેન ઝા અને મહેસાણા જિલ્લા મહિલા મંત્રી લતાબેન ખમાર, નિલેશભાઈ નાયક તથા નાયક સમાજ ના આગેવાનો અને હોદેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.

કડી નગરપાલિકા ના કોર્પોરેટર કલ્પેશકુમાર (કપુ) અરવિંદભાઇ નાયક નાયકનો બંગલો ના આંગણે રૂડો અવસર પાંચ દિવસીય યોજશે.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!