અંબાજી મા રોજિંદી સમસ્યાઓ થી કંટાળી ને જાગૃત નાગરીકો જાગ્યા….

અંબાજી મા રોજિંદી સમસ્યાઓ થી કંટાળી ને જાગૃત નાગરીકો જાગ્યા….
Spread the love

અંબાજી મા જાગૃત નાગરીકો જાગ્યા….

અંબાજી મા જાગૃત નાગરીકો જાગ્યા,પાણીની રોજીંદી સમસ્યાથી કંટાળીને પંચાયતને ધારદાર રજુઆત કરાઈ ! પરીણામ પેન્ડીંગ

અંબાજી ધામ સરસ્વતી નદીના કિનારે આવેલું હોઈ અંબાજી સરસ્વતી નગરી તરીકે ભારતભરમા ઓળખાય છે .અંબાજી ગામ મા આઝાદી બાદ જનરલ સમસ્યાઓ ઠેરની ઠેર છે હાલમાં ઉનાળાના સમયમા અંબાજીના વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાઓ ઉભી થઇ છે, ત્યારે હાલમા અંબાજીમાં ટેન્કરોનું રાજ શરુ થઇ ગયુ છે. લોકોની સમસ્યાને લઇ પંચાયત નક્કર પગલાં લેવા અસમર્થ છે. યાત્રાધામ અંબાજીમાં વિકાસ નામે જે જાહેરાત કરવામા આવી છે તેવી જમીની હકીકત આખી અલગ જોવા મળે છે. અંબાજી ગ્રામ પંચાયત ગુજરાતની મોટામાં મોટી ગ્રામ પંચાયત છે તેમજ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ છે તેમ છતાય પંચાયતના હોદ્દેદારો અને પદાધિકારીઓના અણઘડ વહીવટને કારણે તેમજ કેટલાક નેતાઓની નિષ્ક્રિયતાને કારણે અંબાજી ધામ આજદીન સુધી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે.

અંબાજી ધામમા છેલ્લા કેટલાય મહિનાઓથી પીવાના તેમજ વાપરવાના પાણીની સમસ્યા વિકટ બની છે. અંબાજીના દરેક મહોલ્લાઓ,શેરીઓ અને સોસાયટીના રહીશોને આવી પ્રાથમીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનોને સ્વખર્ચે પાણી ના ટેન્કર મંગાવી પાણીનો વપરાશ કરવો પડી રહ્યો છે તેમ છતાય પંચાયતના સભ્યો,સરપંચ,સેક્રેટરી કે વહીવટદારના પેટ નું પાણી પણ હાલતું નથી. હાલમાં અંબાજી ગ્રામ પંચાયત ખાતે વહીવટદારનું શાસન છે, ત્યારે પણ કોઈ નિર્ણય લઈ શકાતા નથી જ્યારે સરપંચ કે પંચાયતની બોડી પણ પાંચ વર્ષો માં લોકોની સમસ્યા મા કોઈ ફેર પાડી શકી નહોતી, હાલમા નવા સરપંચ બનવા કેટલાય ઉમેદવારો તૈયારીઓ શરુ કરી છે ત્યારે અંબાજીની ભોળી જનતાએ આ વખતે લેખીત બાંહેધરી મળે તેજ સરપંચના ઉમેદવારને ચૂંટે તેવી માંગ પ્રબળ બની છે.

@@ જાગૃત નાગરીક અને પ્રેસ કલબ અંબાજીના પ્રમુખે પંચાયતના સેક્રેટરીને લેખીત રજુઆત કરી @@

આ બાબતે અંબાજી ગ્રામના જાગૃત નાગરીક અને પ્રેસ કલબ અંબાજીના પ્રમુખ જયદેવભાઈ દવે એ પંચાયતના સેક્રેટરીને લેખીત માં રજુઆત કરતા સેક્રેટરીએ દોષનો ટોપલો પાણીપુરવઠા ઉપર ઢોળ્યો હતો કહ્યું હતું કે ત્યાંથી પાણી પૂરતું મળતું નથી તેથી ગામમાં પહોંચાડી શકાતું નથી જ્યારે પુરવઠા નું બિલ પણ ઘણા સમયથી બાકી હોવાથી તેઓ સાંભળતા નથી જ્યારે લોકો ના વેરા ઘણા સમયથી બાકી હોવાથી પાણીનું બિલ સમયસર ભરી શકાતું નથી અને પાણી ની સમસ્યા હલ થઈ સકતી નથી આ બાબતને લઈને જયદેવભાઈ દ્વારા પાણી પુરવઠા ને પણ રજુઆત કરી હતી અને ગાંધીનગર સુધી રજુઆત પહોંચાડી હતી.અંબાજીના જન્મેલા અને ધંધા અર્થે સુરત સ્થાઈ થયેલા હેમંતભાઈ ભોજક દ્વારા પણ અંબાજી ગ્રામ પંચાયતના સેક્રેટરીને રજૂઆત કરાઈ હતી.

અંબાજી વિષે કહેવાય છે કે વર્ષે દહાડે લાખ્ખો રૂપિયાની ગ્રાન્ટ ગામના વિકાસ માટે આવે છે ,પરંતુ આખા અંબાજીમાં ક્યાંય એવો ઝાઝો વિકાસ થયો હોય તેવું લાગતું કે દેખાતું નથી દર વર્ષે વસ્તીના ધોરણે નાણા પંચની ગ્રાન્ટ આવે છે,પરંતુ તેમાંથી ત્રીસ ટકા રકમ પાણીની સુખાકારી માટે વાપરવાની થતી હોય છે પરંતુ વાસ્તવમાં તેમ થતું નથી.આ સિવાય વાસમો જેવી સંસ્થા પાણી માટે લાખ્ખોની ગ્રાન્ટ આપે છે પણ તેનો ઉપયોગ કરે તેવી કુશગ્રતા પંચાયતની બોડીમાં હોતી નથી તેથી લોકો એ પાણી માટે હેરાન થવું પડે છે.આમ ગામમાં પાણી ની વિકટ સમસ્યા છે અને આ ઉપરાંત ઘણી સમસ્યા ઓ જેવી કે રોડ-રસ્તા,ગટર, વગેરેની ઘણી સમસ્યા નો સામનો ગામના લોકો કરી રહ્યા છે જેનો યોગ્ય ઉકેલ આવે તેવી લોકોની માંગણી છે.

@@ કોટેશ્વર નદીનું પાણી સંગ્રહવામા આવે તો અંબાજીમા ક્યારેય પાણી ખૂટે નહીં! @@

અંબાજી થી 7 કિલોમીટર દૂર મહાદેવ નું પ્રાચીન અને પવિત્ર તીર્થસ્થાન કોટેશ્વર આવેલું છે આ ધામ થી પ્રાચીન વર્ષોથી સરસ્વતી નદી બારેમાસ નીકળે છે અને આ પાણી આગળ જઈ લિપ્ત થઇ જાય છે.આ પાણીને જો બારેમાસ સંગ્રહ કરવામાં આવેતો અંબાજી અને આસપાસ ના ગામોને પાણીની કોઈજ સમસ્યા થાય નહીં.આ બાબતે ગ્રામજનો અને વહીવટી અધિકારીએ તેમજ મંત્રીઓએ યોગ્ય નિર્ણય કરે તેવી માંગ પ્રબળ ઉઠી છે.

રિપોર્ટ : અમિત પટેલ અંબાજી

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!