રાજકોટ માં મહાનગરપાલિકાના ૧૧ કર્મચારીઓને નિવૃત્તિ વિદાયમાન આપતા મ્યુનિ. કમિશનરશ્રી

રાજકોટ માં મહાનગરપાલિકાના ૧૧ કર્મચારીઓને નિવૃત્તિ વિદાયમાન આપતા મ્યુનિ. કમિશનરશ્રી
Spread the love

રાજકોટ માં મહાનગરપાલિકાના ૧૧ કર્મચારીઓને નિવૃત્તિ વિદાયમાન આપતા મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા.

રાજકોટ માં મહાનગરપાલિકાનાં કમિશનરશ્રી અમિત અરોરાએ વહીવટી તંત્રના હાથ-પગ સમા અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓને નિવૃત્તિના દિવસે જ P.F તેમજ જમા થયેલી હક્ક રજાનું રોકડમાં રૂપાંતર જેવા લાભો મળી જાય તે પ્રકારની પ્રણાલી અપનાવેલ છે, જેમાં તા.૩૧-૫-૨૦૨૨ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના ૧૧ કમર્ચારીઓ નિવૃત થતા મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ મોમેન્ટો આપી સન્માન કરી વિદાયમાન આપ્યું હતું. આ પ્રસંગે મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ ફરજ પરથી નિવૃત થતા તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં જો કોઈપણ પ્રશ્નો હોય તો કોર્પોરેશનના દરવાજા આપના માટે હંમેશા ખુલ્લા જ છે. જે-તે શાખાના કર્મચારીના વડા પાસે અથવા મને ખુદ રૂબરૂ આવીને આપના પ્રશ્નો જણાવી શકો છો. મેં-૨૦૨૨નાં છેલ્લા દિવસે નિવૃત્ત થયેલ સ્ટાફ (૧) બાંધકામ શાખાના વર્ક આસી. સિવિલશ્રી ચાવડા ડાયાલાલ ખીમજીભાઈ (૨) ફાયરબ્રિગેડ શાખાના ડ્રાઈવરશ્રી નરેન્દ્રભાઈ દિનકરરાય દવે (૩) માર્કેટ બ્રાન્ચના લેબરશ્રી સારેસા મુળજીભાઈ ઉગાભાઈ (૪) સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ (વોંકળા)નાં લેબરશ્રી ચાવડા ભાનુબેન લાલજીભાઈ (૫) ટેક્સ બ્રાન્ચના જુ.ક્લાર્કશ્રી પંડ્યા પંકજકુમાર એન. (૬) ટેક્સ બ્રાન્ચના લેબરશ્રી માંડવીયા રામભાઈ ગોવાભાઈ (૭) ઝૂ નાં પટ્ટાવાળાશ્રી વાઘેલા નાનાજીભાઈ અમરાભાઈ (૮) રેસકોર્ષ સંકુલનાં લેબરશ્રી ખીમસુરીયા બચુભાઈ બાનુભાઈ (૯) રોશની બ્રાન્ચના ડ્રાઈવરશ્રી પંડ્યા ધીરજલાલ દયારામ (૧૦) સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈ કામદારશ્રી પરમાર શારદાબેન જયંતીભાઈ (૧૧) ઝાલા શાંતાબેન રમેશભાઈ નિવૃત થયા છે. તા.૩૧-૫-૨૦૨૨ના રોજ યોજાયેલા નિવૃત્તિ વિદાય સન્માન સમારોહમાં મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાના વરદ હસ્તે કર્મચારીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં તેમજ કર્મચારીઓના P.F અને હક્ક રજાના રોકડમાં રૂપાંતર અંગેના ચુકવણીના હુકમો તથા P.P.O બુકની નકલ પણ આપવામાં આવેલ હતી અને સ્વસ્થ નિવૃત જીવનની શુભેચ્છા પાઠવવામાં આવી. નિવૃત્તિ વિદાયમાન કાર્યક્રમમાં મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા સહીતનાં અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ દિલીપ પરમાર રાજકોટ.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!