ચોરીની ૨ મારૂતીકાર તથા ૨ મોટરસાયકલ સાથે ૨ ઇસમોને પકડી પાડતી માલવીયાનગર પોલીસ.

ચોરીની ૨ મારૂતીકાર તથા ૨ મોટરસાયકલ સાથે ૨ ઇસમોને પકડી પાડતી માલવીયાનગર પોલીસ.
Spread the love

રાજકોટ માં ચોરીની ૨ મારૂતીકાર તથા ૨ મોટરસાયકલ સાથે ૨ ઇસમોને પકડી પાડતી માલવીયાનગર પોલીસ.

રાજકોટ : સર્વેલન્સ સ્કોર્ડના P.S.I એમ.એસ.મહેશ્વરી તથા ટીમના માણસો રાજકોટ લક્ષ્મીનગર મેઇન રોડ અશોક ગાર્ડન ખાતે વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન એક મારૂતી કંપનીની નંબર પ્લેટ વગરની ફન્ટી-૮૦૦ કાર ચલાવી ૨ ઇસમો નીકળતા તેને રોકી કારના વેલીડ કાગળો માંગતા પોતે ગલ્લા-તલ્લા કરવા લાગતા સદરહું કારના એન્જીન તથા ચેસીસ નંબર પોકેટ કોપ એપ્લીકેશનમાં સર્ચ કરાવતા અન્ય વ્યક્તિના નામે રજીસ્ટર થયેલ હોવાનું જણાય આવતા મજકુર ઇસમની યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા પોતે સદરહું કાર ચોરી કરી મેળવેલ હોવાની કબુલાત આપતા હોય જેથી મજકુર ઇસમોની સઘન અને સખત વધુ પુછપરછ કરતા અન્ય ૪ કાર તથા ૨ હોન્ડા એકટીવા મોટર સાયકલો પણ ચોરી કરી મેળવેલ હોય અને આ વાહનોમાંથી એક મારૂતી ફન્ટી કાર તેમજ ૨ એકટીવા મો.સા. પોતાના રહેણાંક મકાને રાખેલ હોવાનુ જણાવતા ત્યાં જઇ તપાસ કરતા એક મારૂતી ફન્ટી કાર તથા ૨ એકટીવા મો.સા. મળી આવેલ જેથી બાકી રહેલ ૩ મારૂતી કંપનીની કાર ની ચોરી કરેલ તે બાબતે પુછતા પોતે ધોરજી ખાતે રહેતા ઇસ્માઇલભાઇ ઉર્ફે ઇસાભાઇ દાઉદભાઇ કારવા ને વેંચી નાખેલ હોવાની હકીકત જણાવે છે. મળી આવેલ મારૂતી ફ્રન્ટી કાર તથા એકટીવા મો.સા. ની તપાસ કરતા માલવીયાનગર પો.સ્ટે. ખાતે નીચે મુજબના વાહન ચોરીના ગુન્હાઓ દાખલ થયેલ હોય જેથી મજકુર બન્ને ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપીઓ (૧) આશીફ અયુબભાઇ જલવાણી ઉ.૨૮ રહે. વિનોદનગર આવાસ યોજના કવાર્ટર બ્લોકનં.-૨ કવાર્ટર નં.૨૦૫૮ આંગણવાડીની બાજુમાં કોઠારીયા ચોકડી પાસે રાજકોટ મુળ રહે. હાથીખાના શેરીનં.૧૭ રાજકોટ (૨) સંદીપ શૈલેષભાઇ રાઠોડ ઉ.-૨૩ રહે. નારાયણનગર શેરીનં-૧૦ ચામુંડા મહેર મકાન ગાયત્રીનગર રોડ રાજકોટ. (૧) સફેદ કલરની મારૂતી ૮૦૦ ફ્રન્ટી કાર જેના એન્જીન નં.F8BIN2844629 તથા ચેસીસનં.SB308IN2433223 છે. તે જેની કિ.રૂ.૫૦,૦૦૦ (ર) સફેદ કલરની મારૂતી કંપનીની ફન્ટી-૮૦૦ કાર જેના રજી.નં. GJ-03-09071 તેમજ એન્જીન નં.FBBIN749890 તથા ચેસીસ નં.SB308IN507455 ના છે જેની કી.રૂ.૩૦,૦૦૦ (૩) કાળા કલરનું હોન્ડા કંપનીનુ એકટીવા મો.સા. જેના એન્જીન નં.JF91EW5055916 તથા ચેસીસ નં.ME4JF91BKMW055878 ના છે જેની કી.રૂ.૬૦,૦૦૦ (૪) આજથી આશરે બે-અઢી મહીના પહેલા અક્ષર માર્ગ ભરાડ સ્કુલની બાજુમાં શુભમ સોસાયટી ખાતેથી રોડ ઉપર પડેલ એક મારૂતી ફન્ટી કારની ચોરી કરેલ. (પ) કાળા કલરનું હોન્ડા કંપનીનું એકટીવા મો.સા. જેના એન્જીન નં.JF50EG0105934 તથા ચેસીસ નં.ME4JF50AFKG105892 ના છે જેની કી.રૂ.૬૦,૦૦૦ જાહેર રોડ રસ્તા ઉપર પડેલ જુના મોડેલની મારૂતી કંપનીની કાર પડી હોય તેમાં અન્ય ચાવી લગાવી કારને ચાલુ કરી ચોરી કરી લઇ જતા તેમજ જાહેર રોડ ઉપર હેન્ડલ લોક કર્યા વગરના મોટરસાયકલ પડેલ હોય તે મોટરસાયકલ દોરવી ને ચોરી કરી લઇ જતા.

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!