રાજકોટ : બ્રીજનાં કામોની વિઝીટ કરતા મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા.

રાજકોટ ના ભાવનગર રોડ, કાળીપાટ પાટિયા થી અમદાવાદ રોડ, માલીયાસણ સુધીનાં મેજર બ્રીજનાં કામોની વિઝીટ કરતા મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા.
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા રીંગ રોડ-૨, ફેઝ-૪, ભાવનગર હાઇ-વે, કાળીપાટ પાટિયા થી અમદાવાદ હાઈ-વે, માલીયાસણને જોડતા રોડ તથા પથરેખામાં આવતા મેજર બ્રીજ સાથે ૧૦.૩૦ કી.મી.નાં ૨-માર્ગીય રસ્તાની કામગીરી રકમ રૂ.૩૧.૩૧ કરોડનાં ખર્ચે પ્રગતિ હેઠળ છે. જે આગામી ટુંક સમયમાં પૂર્ણ થનાર છે. જેની આજ તા.૧-૬-૨૦૨૨ નાં રોજ રૂડા ચેરમેન અને મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ અધિકારીઓ સાથે ચાલુ કામગીરીની સમીક્ષા કરી હતી. ઉપરોકત રસ્તા તથા બ્રીજના કામોની સ્થળ મુલાકાત રૂડાનાં ચેરમેન તથા મ્યુનિસિપલ કમિશનરશ્રી અમિત અરોરાએ આજરોજ લીધેલ. મુલાકાત દરમ્યાન તેઓએ રસ્તા તથા બ્રીજની કામગીરીનું નિરિક્ષણ કરેલ તથા તે બાબતે સબંધિત અધિકારીઓને જરૂરી સુચનો તથા માર્ગદર્શન આપવામાં આવેલ, વધુમાં સદરહું રોડ પ્રોજેક્ટ્સ તથા બ્રીજનાં કામો આગામી ૨ માસમાં પુર્ણ કરવાની સુચના આપેલ છે. આ સમગ્ર મુલાકાત દરમ્યાન મ્યુનિસિપલ કમિશનરશ્રી સાથે રૂડાનાં મુખ્ય કારોબારી અધિકારીશ્રી એન.એફ.ચૌધરી તથા ટેકનીકલ P.A શ્રી રૈયાણી સાથે જોડાયાં હતા. રોડ તથા બ્રીજ પ્રોજેકટની કામગીરીથી કમિશનરશ્રીને રૂડાનાં ડાયરેકટર (પ્રોજેકટસ)શ્રી બી.એ.મારૂ દ્વારા વાફેક કરવાયા હતા. આ રસ્તાની કામગીરી પુર્ણ થયે ગોંડલ રોડ નેશનલ હાઇ-વે ને અમદાવાદ નેશનલ હાઇ-વે ને જોડતો એક બાયપાસ રસ્તો મળી રહેશે અને ગોંડલ ચોકડી પર તથા શહેરમાં થતા ટ્રાફીકની સમસ્યામાં મહદઅંશે ઘટાડો થશે. આજની વિઝિટ દરમ્યાન રૂડા ચેરમેન અને મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા સાથે CEO શ્રી એન.એફ.ચૌધરી, ડાયરેક્ટર પ્રોજેક્ટશ્રી બી.એ.મારૂ, પી.એ.(ટેક.)ટુ કમિશનરશ્રી રસિક રૈયાણી, ડે.એજ્યુ.એન્જી.શ્રી સમીર કાલરીયા હાજર રહ્યા હતા.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756