મેફેડ્રોન(M.D.) ના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી રાજકોટ SOG પોલીસ.

રાજકોટ માં મેફેડ્રોન(M.D.) ના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી રાજકોટ SOG પોલીસ.
રાજકોટ માં નાર્કોટીકસ પદાર્થની હેરા-ફેરી કે વેચાણ કરતા અને અસામાજીક પ્રવૃતિ આચરનારા કે આ પ્રકારના નાર્કોટીકસ પદાર્થનું ખરીદ વેચાણ કરતા કે સેવન કરનારા ઇસમો વિરૂધ્ધ કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે સબંધે રાજકોટ શહેર પોલીસ પ્રતિબધ્ધ હોય જે અન્વયે તા.૩૧/૫/૨૦૨૨ રોજ S.O.G શાખાના પો.હેડ.કો ઘનશ્યામસિંહ ચૌહાણ નાઓની બાતમી આધારે S.O.G P.I જે.ડી.ઝાલા તથા S.O.G P.S.I ડી.બી.ખેર તથા સ્ટાફના માણસો દ્વારા મનહરપ્લોટ શેરીનં.૨ પાવન-૨ કોમ્પલેક્ષ પાસે રાજકોટ શહેર ખાતેથી યોગેશ હસમુખલાલ બારભાયા જાતે.શ્રીમાળી વાણીયા ઉ.વ ૪૨ રહે.મનહરપ્લોટ શેરીનં.૨ પાવન-૨ એપાર્ટમેન્ટ બીજા માળે ફ્લેટનં.૨૦૧ રાજકોટ વાળો મેફેડ્રોન(M.D.) ના જથ્થા સાથે મળી આવતા ધોરણસર કાર્યવાહી કરી એ.ડીવીઝન પો.સ્ટે. માં ગુન્હો નોંધવામા આવેલ છે. (૧) માદક પદાર્થ મેફેડ્રોન નો જથ્થો ૬૬.૯૦ ગ્રામ કિ.રૂ.૬,૬૯,૦૦૦ ફૂલ કિ.રૂ.૬,૭૭,૦૨૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ હોય.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756