સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિન ઉજવણી કરાઇ

સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિન ઉજવણી કરાઇ
હિંમતનગરની ચિત્રિણી નર્સિંગ કોલેજના વિધાર્થીઓને તમાકુ નિષેધ અંગે જાણકારી અપાઇ
31 મેને સમગ્ર વિશ્વમાં તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મંગળવારના રોજ ચિત્રિણી નર્સિંગ કોલેજ ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિન ઉજવણી નિમિત્તે વિધાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જિલ્લા આરોગ્ય અધિકારી
ડૉ. રાજેશ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટોબેકો કન્સલ્ટન્ટ અધિકારી ડો.પ્રવિણ ડામોરે વિધાર્થીઓને તમાકુથી થતા નુકશાન વિશે અને વ્યક્તિના તમાકુના સેવનના કયા કયા પરીબળો જવાબદાર છે તે અંગે વિગતવાર જણાવ્યુ હતું ઉપરાંત ટોબેકો કંટ્રોલ સેલ સ્ટાફ અને શાળા આરોગ્ય સુપરવાઇઝર ધ્વારા વિશેષ માહિતી પુરી પાડી હતી.
કાર્યક્રમના અંતે વિધ્યાર્થીઓને શપથ લેવડાવામાં આવ્યા હતા. ઉજવણી પ્રસંગે કોલેજના આચાર્યશ્રી તથા સ્ટાફ પરિવારે જનજાગૃતિ માટે હકરાત્મક અભિગમ દાખવ્યો હતો.
રિપોર્ટ:ધીરુભાઈ ખેડબ્રહ્મા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756