જૂનાગઢના ગરીબ કલ્યાણ સંમેલનમાં પોષણક્ષમ વાનગીઓનું પ્રદર્શન: મુલાકાતીઓએ શીખ્યા સુપોષણના પાઠ

જૂનાગઢના ગરીબ કલ્યાણ સંમેલનમાં પોષણક્ષમ વાનગીઓનું પ્રદર્શન: મુલાકાતીઓએ શીખ્યા સુપોષણના પાઠ
૭૦ જેટલી સ્વાદિષ્ટ અને પોષણક્ષમ વાનગીઓ નિહાળી મુલાકાતીઓના મોઢામાં પણ પાણી આવ્યું
બાળ, માતૃ અને પૂર્ણા શક્તિની બનાવેલ વાનગીઓથી બાળક, માતા, ધાત્રી માતા અને કિશોરીઓને મળે છે પૂરક પોષણ
જૂનાગઢ : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આયોજિત ગરીબ કલ્યાણ સંમેલનમાં ICDS ના પોષણક્ષમ વાનગીઓના સ્ટોલ-પ્રદર્શને સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું. આ સ્ટોલમાં ૭૦ જેટલી સ્વાદિષ્ટ અને પોષણક્ષમ વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ વાનગીઓ નિહાળી મુલાકાતીઓના મોઢામા પણ પાણી આવી ગયું હતું. પરંતુ ખાસ વાત એ છે કે, આ વાનગીઓ બાળ શક્તિ માતૃશક્તિ, અને પૂર્ણા શક્તિમાંથી તૈયાર કરવામાં આવી છે. જે પ્રોટીન, આયર્ન, મિનરલ્સ, વિટામિન્સ સહિતના પોષક તત્વોથી ભરપૂર હતી.
કેન્દ્ર-રાજ્ય સરકારે કુપોષણ નિવારવા માટે મહા અભિયાન આદર્યું છે તેમ જણાવતા પ્રોગ્રામ ઓફીસર શ્રીમતિ શારદાબેન દેસાઈ કહે છે કે, પોષક તત્વોથી ભરપૂર બાળ, માતૃ અને પૂર્ણ શક્તિની આ ત્રિ-શક્તિ કુપોષણને નાથવામાં કારગર છે. આ ત્રિ-શક્તિ ગુજરાતની પ્રતિષ્ઠિત અમુલ ડેરી દ્વારા તૈયાર કરવામાં આવે છે જે ડબલ ફોર્ટિફાઈડ હોય છે.
બાળકોને વધારાનું ૧૦ થી ૧૨ તથા સગર્ભા, ધાત્રી માતા અને કિશોરીઓને ૧૫ થી ૨૦ ગ્રામ વધારે પ્રોટીનની જરૂરિયાત હોય છે. જે આ ત્રિ-શક્તિના માધ્યમથી મળી રહે છે.
આ વાનગીઓના પ્રદર્શનની મહિલા સહિત જે કોઈ આ સ્ટોલની મુલાકાત આવ્યા તેમને ખ્યાલ આવે છે કે, અવાર નવાર ઘરમાં જ બનાવતામાં આવતી લાપસી, ખાટીયા ઢોકળા, સરગવાના થેપલા, મુઠીયા, જીરા પુરી વગેરે જેવી વાનગીઓમાંથી પણ ભરપૂર પોષણ મળી રહે છે. પણ હા શરત એટલી જ છે કે, આ વાનગીઓ બાલ, માતૃ અને પૂર્ણ શક્તિ એટલે કે ત્રિ શક્તિમાંથી બનાવેલી હોવી જોઈએ. ખાસ કરીને આ જાહેર મેળાવડામાં લોકો પોષણક્ષમ આહાર વિશે જાગૃતિ કેળવી અને પોષણક્ષમ આહાર રોજબરોજના જીવનમાં પણ આરોગતા થાય તેવા આશય સાથે આ સ્ટોલના માધ્યમથી લોકોને જાણકારી આપવામાં આવી હતી.
આ સ્ટોલની સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ સહિતના મહાનુભાવોએ મુલાકાત લીધી હતી અને સ્વાદિષ્ટ વાનગીઓ ટેસ્ટ પણ કરી હતી.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
આસિ.એડિટર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756